કોરોના વચ્ચે ભારતમાં નવા ફંગસનો કહેર- બે દર્દીઓના મોતથી ડોક્ટર્સ પણ થયા હેરાન

Published on: 2:31 pm, Tue, 23 November 21

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસ પછી, નવી પ્રકારની ફૂગના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે, જે કોઈપણ પ્રકારની દવા અસર કરતી નથી. AIIMSના ડોકટરોએ બે દર્દીઓમાં એસ્પરગિલસ લેન્ટુલસ નામના પેથોજેનની હાજરીની પુષ્ટિ કરી છે. સારવાર દરમિયાન બંને દર્દીઓના મોત થયા હતા.

નવી ફંગસ ફેફસાને કરે છે સંક્રમિત:
એસ્પરગિલસ લેન્ટુલસ એ એક પ્રજાતિ છે જે ફેફસાંને સંક્રમિત કરે છે. વર્ષ 2005માં સૌપ્રથમવાર તેની ઓળખ કરવામાં આવી હતી અને અત્યાર સુધી ઘણા દેશોમાં તેના સંક્રમણના કેસ નોંધાયા છે. જો કે ડોકટરોનું કહેવું છે કે, આ ફંગસ સંક્રમણના કેસ ભારતમાં પ્રથમ વખત નોંધાયા છે.

ફંગસ વિરોધી દવાઓ પણ કામ કરતી નથી:
ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ માઇક્રોબાયોલોજી (IJMM) માં પ્રકાશિત થયેલા કેસ રિપોર્ટ અનુસાર, એક દર્દીની ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે હતી, જ્યારે અન્ય દર્દીની ઉંમર 45 વર્ષથી ઓછી હતી અને બંને ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) થી પીડિત હતા. રિપોર્ટ અનુસાર, પ્રથમ દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ કોઈ સુધારો ન થતાં તેને AIIMSમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં દર્દીને એમ્ફોટેરિસિન બી અને ઓરલ વોરીકોનાઝોલ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. એક મહિનાની સારવાર પછી પણ સ્થિતિમાં સુધારો થયો ન હતો અને દર્દીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ, બીજા દર્દીને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પછી AIIMS ઇમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો, તેને Amphotericin B આપવામાં આવ્યું હતું પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો અને એક અઠવાડિયા પછી મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

ફૂગની 700 થી વધુ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે:
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સેન્ટરના વડા અરુણલોક ચક્રવર્તી કહે છે, ‘લગભગ એક દાયકા પહેલા સુધી ફૂગની માત્ર 200 થી 300 પ્રજાતિઓ જ અસ્તિત્વમાં હતી, જે રોગો પેદા કરતી હતી. હવે ફૂગની 700 થી વધુ પ્રજાતિઓ છે, જે માણસોને બીમાર બનાવે છે અને ઘણી દવાઓથી અસર થતી નથી. જણાવી દઈએ કે અરુણલોક ચક્રવતી PCI ચંદીગઢમાં મેડિકલ માઇક્રોબાયોલોજીના વડા છે અને છેલ્લા 37 વર્ષથી ફંગલ ઇન્ફેક્શનના જોખમને લઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.

ફંગલ ઇન્ફેક્શન શું છે?
ફંગલ ઇન્ફેક્શન એ એવા રોગો છે જે ફંગસ કારણે થાય છે. ફૂગ એ પર્યાવરણમાં જોવા મળતા નાના જીવો છે. રિંગવોર્મ અથવા નેઇલ ઇન્ફેક્શન જેવા ફંગલ ઇન્ફેક્શનના મોટાભાગના કેસો સરળતાથી સાજા થઈ શકે છે, પરંતુ કેટલાક ચેપ અત્યંત જીવલેણ હોય છે. આમાં Candida અથવા Aspergillus ફૂગના કારણે થતા ચેપનો પણ સમાવેશ થાય છે. વિશ્વભરમાં, ફંગલ ચેપને કારણે દર વર્ષે 1.5 મિલિયનથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

ફંગલ ઇન્ફેક્શનથી બચવા શું કરવું?
ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે, એન્ટિબાયોટિક્સ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ ઓછો કરો અને જો શક્ય હોય તો ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું છે. ડાયાબિટીસ, કિડનીની બિમારી અથવા અન્ય કોઈપણ રોગથી પીડાતા લોકો માટે સમયસર દવાઓ લેવી તેમજ ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ત્વચા પર ફોલ્લીઓ, લાલ વર્તુળો, તાવ, માથાનો દુખાવો અથવા થાક જેવા લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો, કારણ કે સમયસર સારવાર સમસ્યાને આગળ વધતી અટકાવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…