આવી અનોખી કંકોત્રી ક્યારેય નહિ જોઈ હોય! જે લગ્ન પુરા થઇ જશે તો પણ હંમેશા ઘરમાં જ રહેશે

193
Published on: 11:33 am, Mon, 6 December 21

હાલ ચારેય બાજુ લગ્નની શરણાઈઓ વાગી રહી છે, મોટાભાગના લોકોની વિચારધારા એવી હોય છે કે, લગ્નમાં ખર્ચો કરવામાં કઈ ખામી ન રહેવી જોઈએ અને અમુક લોકોનું માનવું હોય છે કે, લગ્નમાં બિનજરૂરી ખર્ચા ટાળવા જોઈએ. લગ્નમાં લોકો કંકોત્રી પાછળ પણ ઘણો ખર્ચો કરી નાખે છે, છેવટે લગ્ન પછી તો આ કંકોત્રી માત્ર કાગળ જ રહેવાની છે અને પસ્તીમાં જ જવાની છે. તેમછતાં ઘણા લોકો કંકોત્રીમાં લાખો રુપીયાનો ખર્ચો કરી નાખે છે. પરંતુ હાલ એક વ્યક્તિએ એવી કંકોત્રી બનાવી હતી કે, જેની ચર્ચા હાલ ચારેબાજુ થઇ રહી છે. આ પહેલા જ રાજકોટના એક ઉદ્યોગપતિએ પોતાના દીકરાના લગ્નમાં અનોખી કંકોત્રી બનાવડાવી હતી.

સોસીયલ મીડિયામાં આ કંકોત્રીની તસ્વીરો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ કંકોત્રી કોઈ સામાન્ય નહિ પરંતુ આ કંકોત્રીમાં બીજ અને ગાયનું ખાતર ઉમેરવામાં આવ્યું છે. કે લગ્ન પછી આ કંકોત્રીને જમીનમાં રોપતા જ તેમાંથી છોડ ઉગી નીકળે છે. ખરેખર આવી અનોખી કંકોત્રીથી લોકોમાં નવી વિચારધારાનો પ્રારંભ થયો હતો.

અને આવી જ એક કંકોત્રી હાલના સમયમાં સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, કે આ કંકોત્રી લગ્ન પછી લોકો ફેંકશે નહિ પરંતુ આ કંકોત્રીનો માળો બની જશે અને આ માળામાં વિવિધ પક્ષીઓ સ્થાઈ થશે. મળતી માહિતી અનુસાર, ભાવનગર જીલ્લાનાઉંચડી ગામના શિવાભાઈ ગોહિલએ આવી અનોખી કંકોત્રી બનાવવાનો વિચાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, શીવાભાઈ પોતે એક પ્રકૃતિ પ્રેમી છે. અને આ જ વિચારે શીવાભાઈએ પોતાના દીકરાના લગ્નમાં ખાસ આ પ્રકારની કંકોત્રી બનાવી હતી. સાથો સાથ જાણવા મળ્યું છે કે, આ કંકોત્રી બનાવવામાં કોઈ લાંબો ખર્ચો નથી થયો, પરંતુ સામાન્ય ખર્ચે આ કંકોત્રી તૈયાર થઇ હતી. અને લોકોને પણ આ કંકોત્રી ઘણી ઉપયોગી સાબિત થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…