મોતનો LIVE વિડીયો કેમેરામાં કેદ: સાત જ સેકન્ડમાં 4 લોકોને મૃત્યુએ ગળે લગાવી દીધા- નબળા હ્રદય વાળા ના જુએ આ વિડીયો

877
Published on: 3:40 pm, Tue, 28 December 21

આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. તમારી એક ભુલની કિંમત તમે તો ચુકવો જ છો પરંતુ તમારી આસપાસ ચાલવાવાળા અન્ય વાહનો અને બીજા લોકોને પણ આ ભુલનાં કારણે પોતાનો જીવ ગુમાવવો પડે છે. જણાવી દઈએ કે, હવે રાજસ્થાનનાં દૌસાની આ ઘટનાને જ લઈ લો. અહી એક પીકઅપ ગાડીએ બેકાબુ થઈને બાઈકને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં બે મહિલાઓ સહિત ૪ લોકોનાં મૃત્યુ થઈ ગયું. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઈએ કે, આ ભયાનક ઘટના શનિવારે સાંજે 5 વાગ્યે દૌસાનાં જીરોતા ગામ પાસે બની હતી. જયપુર-આગ્રા નેશનલ હાઈવે-21 પર થયેલા આ અકસ્માતે 4 લોકોનો જીવ લીધો હતો. જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોનું મોત નીપજ્યું છે. જ્યારે એક પીકઅપ ગાડીમાં સવાર એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, બાઈક પર સવાર લોકો એક સંબંધીની બેઠકમાં જઈને થઈને પરત આવી રહ્યા હતાં. પરંતુ, રસ્તામાં જ તેમનો અકસ્માત થયો હતો.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ઝડપથી જઈ રહેલી પીકઅપ ગાડી એક કારને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી. જોકે, પીકઅપ ગાડી ચલાવનાર ડ્રાઇવરે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ડિવાઈડર તોડીને રોંગ સાઇડમાં ચાલી ગઈ હતી. અહીં તેણે એક બાઈકને ટક્કર મારી હતી અને ગાડી પલટી ગઈ હતી. આ ઘટનામાં બાઇક સવાર 50 વર્ષનાં પપ્પુ મીના નિવાસી નાંગલ બૈરસી, 28 વર્ષની કવિતા નિવાસી જમવારામગઢ  અને 35 વર્ષની કાલી દેવી નિવાસી નાંગલ બૈરસીની મોત નીપજ્યું હતું.

પિકઅપમાં સવાર એક વ્યક્તિ પણ ઘટનાનાં કારણે મૃત્યુ પામ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે. તેમને ઘટના વાળી જગ્યા પર લાગેલ એક સીસીટીવી ફુટેજ મળ્યું છે. તેના આધાર પર તે ઘટનાનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…