ક્યારેય ભૂલથી પણ ન કરતાં આવી ભૂલ, નહિ તો જીવનભર રહી જશો ધનપ્રાપ્તિથી વંચિત

Published on: 5:25 pm, Fri, 5 March 21

આચાર્ય ચાણક્યનું નામ કોણે ન સાંભળ્યું હોય! ચાણક્યને રાજનીતિ શાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્રની સાથે અર્થશાસ્ત્રનું ખુબ ઉંડુ જ્ઞાન હતુ. ચાણક્યનાં મત પ્રમાણે ભૌતિક જીવનમાં જેની પાસે લક્ષ્મીજીની કૃપા તથા આશિર્વાદ છે તેઓ વ્યક્તિ અનેકવિધ પ્રકારની અડચણો તથા સંકટોથી બચી રહે છે. ચાણક્યનાં મત પ્રમાણે જીવનમાં ધનનું વિશેષ મહત્વ રહેલું છે.

સુખોનું એક મોટુ પરિબળ ધન છે. ધનની ઉપયોગિતા કોઇનાથી છુપી નથી. તમામ લોકો પોતાના જીવન સ્તરને ઉમદા તથા સુરક્ષિત બનાવવા માટે ધન બાજુ ખુબ આકર્ષિત થાય છે. ધન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ મોટામાં મોટુ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહેતો હોય છે. ચાણક્યનાં મત પ્રમાણે ધનની પ્રાપ્તિ પરિશ્રમથી થાય છે. આની સાથે જ કેટલીક એવી બાબતો છે કે, જેનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખો તો લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આળસનો ત્યાગ કરવો :
ચાણક્યનાં મત પ્રમાણે આજના કામને જે લોકો કાલ પર ટાળી દે તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. સફળતા ન મળવાને લીધે આવા લોકો ધન માટે તરસતા રહે છે. લક્ષ્મીજીનો આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે આળસનો ત્યાગ કરવો પડે છે.

બીજાને હાનિ પહોંચાડવા માટે ધનનો ઉપયોગ ન કરવો :
ચાણક્યનાં મત પ્રમાણે ધનનો પ્રયોગ પોતાના તથા માનવ કલ્યાણ માટે કરવો જોઇએ કે, જે લોકો ધનનો પ્રયોગ બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે કરતાં હોય છે એવા લોકોથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે તેમજ એવાં લોકોનો સાથ છોડી દે છે.

ક્રોધ ન કરવો :
ચાણક્યનાં મત પ્રમાણે ક્રોધ એ માનવીનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધથી માનવીને હંમેશા દૂર રહેવુ જોઇએ. ક્રોધમાં વ્યક્તિ સારા-ખરાબ વચ્ચેનું અંતર ઓળખી શકતો નથી, જેને લીધે સમય આવતા તેણે નુકસાન સહન કરવું પડતું હોય છે. ક્રોધ કરનાર માનવીને લક્ષ્મીજી પસંદ કરતાં નથી.