પર્સમાં ભૂલથી પણ નહિ રાખતા આ વસ્તુ- નહીતર લક્ષ્મી માતાની કૃપાથી રહી જશો વંચિત

Published on: 12:28 pm, Fri, 27 August 21

લોકો પૈસા કમાવવા માટે ખુબ મહેનત કરતા હોય છે. આની સાથે જ કેટલીક રીતો અજમાવતા હોય છે એમ છતાં તેમની પાસે પૈસા રહેતા નથી. મહિનાના અંત સુધીમાં તો તેમનું પર્સ ખાલી પણ થઈ જતું હોય છે. પર્સમાં પૈસા રાખવાની ખોટી રીત પણ આ ઘટના માટે ખુબ જવાબદાર સાબિત થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘર-ઓફિસના વાસ્તુની સિવાય, આપણને રોજિંદા કાર્યો યોગ્ય રીતે કેવી રીતે કરવા તે અંગે વિગતવાર જણાવ્યું છે. આ પ્રમાણે જો પર્સમાં પૈસા રાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય આર્થિક તંગી સર્જાશે નહીં. આની સાથે જ ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બની રહેશે.

આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી:
જૂની રસીદો અથવા તો બિલ ક્યારેય પર્સમાં રાખવું જોઈએ નહીં. આમ કરવું અશુભ ગણાય છે તેમજ પૈસા ટકતા નથી. બીલ તથા રસીદો અલગ રાખવી જોઈએ. પર્સમાં ક્યારેય ચાવી રાખવી જોઈએ નહીં, જેથી પૈસાની ખોટ થાય છે પણ પર્સમાં છરી અથવા તો બ્લેડ જેવી લોખંડની વસ્તુ ક્યારેય ન રાખો. તેનાથી મોટું નુકસાન થઈ શકે છે.

પર્સમાં દવાઓ રાખવી જોઈએ નહીં, જેથી દવાઓની કિંમત વધે છે અને વ્યક્તિ પાસે પૈસા નથી રહેતા. સિક્કાઓને ઘરમાં ક્યારેય ન છોડવા જોઈએ, જેથી દેવું વધી જાય છે. પર્સમાં સિક્કા રાખો, ખિસ્સામાંથી કે પર્સમાંથી સિક્કા પડી જાય તે સારું માનવામાં આવતું નથી. દેવી લક્ષ્મીનો ફોટો પર્સમાં રાખવાથી હંમેશા તેના આશીર્વાદ બન્યા રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…