નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ: 2003 બાદ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર બન્યો પ્રથમ ભારતીય

227
Published on: 10:35 am, Sun, 24 July 22

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ અમેરિકાના યુજીનમાં ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે (24 જુલાઈ) વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યું છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય પુરૂષ એથ્લેટ બન્યો છે.તેણે 2003 પછી આ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. નીરજે 88.13 મીટર દૂર ભાલું ફેંકીને યુએસએના યુજીનમાં આયોજિત ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું હતું.

નીરજે પ્રદર્શનમાં સતત સુધારો કર્યો:
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો. તેના પ્રથમ થ્રોને ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચોપરાએ બીજા રાઉન્ડમાં 82.39 મીટર દૂર ભાલો ફેક્યો હતો. નીરજના હરીફ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ પ્રયાસમાં 90.21 મીટર અને બીજા રાઉન્ડમાં 90.46 મીટર ભાલો ફેંકીને નીરજ પર દબાણ બનાવ્યું હતું.

આ પછી નીરજે ત્રીજા અને ચોથા રાઉન્ડમાં સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. તે ત્રીજા રાઉન્ડમાં 86.37 મીટર અને ચોથા રાઉન્ડમાં 88.13 મીટર ફેંકવામાં સફળ રહ્યો હતો. નીરજ પાંચમા રાઉન્ડમાં નિષ્ફળ ગયો હતો. પીટર્સ 90.54 મીટરના ભાલા ફેંક સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ 88.09ના સ્કોર સાથે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યા.

આ સ્પર્ધામાં બીજા ભારતીય ખેલાડી રોહિત યાદવ ફાઇનલમાં 10માં સ્થાને રહ્યો હતો. ત્રીજા રાઉન્ડ બાદ તે બહાર થઈ ગયો હતો. તેણે પહેલા રાઉન્ડમાં 77.96 મીટર, બીજા રાઉન્ડમાં 78.05 અને ત્રીજા રાઉન્ડમાં 78.72 મીટર થ્રો કર્યો હતો.

ફાઈનલ પહેલા નીરજનું પ્રદર્શન:
સ્પર્ધામાં નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરનું અંતર કાપ્યું અને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી. બીજી તરફ રોહિતે 80.42 મીટરનું અંતર કાપ્યું હતું. નીરજ અને રોહિત બંને ક્વોલિફાઈંગ રાઉન્ડનો સ્કોર પાર કરી શક્યા ન હતા. જોકે નીરજે સિલ્વર જીત્યો હતો, પરંતુ રોહિતને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

ફાઇનલમાં 12 ખેલાડીઓ:
આ સ્પર્ધામાં 24 વર્ષીય નીરજ ઉપરાંત અન્ય 34 ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેકને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા. નીરજ પહેલા ગ્રુપમાં હતો અને રોહિતને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યો હતો. નીરજે કારકિર્દીનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો અને ફાઇનલમાં જગ્યા બનાવી. નીરજ અને રોહિત સહિત કુલ 12 ખેલાડીઓએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ચેક રિપબ્લિકના જેકબ વાડલેજે પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટરના ભાલા ફેંક સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સિઝનમાં નીરજનું શાનદાર ફોર્મ:
ચોપરાએ આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે બે વખત પોતાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો. તેણે 14 જૂને પાવો નુર્મી, ફિનલેન્ડમાં 89.30m અને 30 જૂને સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m થ્રો કર્યો. તે 90 મીટરથી માત્ર છ સેન્ટિમીટર ચૂકી ગયો. આ દરમિયાન તેણે ફિનલેન્ડના કુઓર્ટેનમાં 86.69 મીટર સાથે ટાઇટલ જીત્યું. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…