નવરાત્રીના પહેલા જ દિવસે મા દુર્ગાને અર્પણ કરી સોનાની સાડી – માતાજીના આ ફોટાના દર્શન માત્રથી ધન્ય થઇ જશો

185
Published on: 4:31 pm, Thu, 7 October 21

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. દેશભરમાં મા દુર્ગાના મંદિરોમાં ભક્તોની ભીડ છે. દુર્ગા પૂજાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કોલકાતાએ પણ પંડાલો અને દુર્ગા મૂર્તિઓને શણગારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે, કોલકાતાના લોકો નવા વિષયો પર વિચાર કરે છે. જે પોતાની રીતે અનન્ય અને નવીન હોય છે. પંડાલથી માંડીને દુર્ગા મૂર્તિઓ સુધી આ તહેવાર અહીંના ભક્તો માટે આનંદનો પ્રસંગ છે.

આ વર્ષે, બગુઆતીમાં બંધુ મહેલ ક્લબ દ્વારા એક પંડાલમાં દુર્ગાની બે મૂર્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં એક સોનાની આંખોથી સેટ છે અને બીજી સોનાની ભરતકામવાળી સાડી પહેરેલી છે. બગુઆતીમાં બંધુ મહેલ ક્લબના આયોજક કાર્તિક ઘોષે જણાવ્યું હતું કે, “સાડીમાં લગભગ 6 ગ્રામ સોનું છે અને દુર્ગાની મૂર્તિની આંખમાં 10-11 ગ્રામ સોનું છે. આ પંડાલ ગોઠવવા માટે 1.5 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને કુલ 10 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.”

તહેવારના થોડા દિવસો પહેલા રાજ્ય સરકારે ચાલુ COVID-19 મહામારીને ધ્યાનમાં રાખીને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરી છે. માર્ગદર્શિકા મુજબ, પંડાલ વિશાળ અને તમામ બાજુથી ખુલ્લા હોવા જોઈએ. જેમાં પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે અલગ અલગ રસ્તો હોવો જોઈએ. હાલના COVID-19 મહામારીના નિયમોના સંદર્ભમાં ભૌતિક અંતરને સુનિશ્ચિત કરવા માટે પંડાલો પાસે પૂરતી જગ્યા અને વ્યવસ્થા હોવી જોઈએ.

આ સાડી ગરીબ છોકરીને આપવામાં આવશે:
આ સાથે જ ક્લબની પીઆર ટીમના ડાયરેક્ટર દીપનવિતા બિસ્વાસનું કહેવું છે કે, સોનાની સાડી એક ગરીબ છોકરીને દાનમાં આપવામાં આવશે. કારણ કે, છોકરીના લગ્ન થવાના છે. હાલમાં આ પ્રતિમાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને લોકો તેની ઉગ્ર પ્રશંસા કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે આ તહેવાર 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે.