નવરાત્રીના પાવન પર્વમાં ભૂલથી પણ ન કરતા આટલા કામ, નહિતર માતાજી થશે ક્રોપાયમાન

230
Published on: 2:12 pm, Sat, 9 October 21

નવરાત્રિને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પણ જો આ દિવસો દરમિયાન તમે અમુક ભૂલો કરશો તો અશુભ ફળ મળશે. ચાલો જાણી લો.

નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા અને ઉપવાસ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. નવરાત્રિમાં કેટલાક કામ કરવાની સખ્ત મનાઈ હોય છે. તો ચાલો તમે પણ જાણી લો.

ભૂલથી પણ ન કરો આટલા કામ:
જો તમે નવરાત્રિનાં પાવન પર્વમાં કળશની સ્થાપના કરતા હો તો માતાની અખંડ જ્યોત પ્રજ્વલિત કરી રહ્યાં હો તો ઘરને ક્યારેય પણ ખાલી છોડવું નહીં. આની સાથે જ પૂજાનાં સ્થળને ગંદુ રાખશો નહીં. આમ, કરવાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી.

નવરાત્રિમાં નખ કાપવાની મનાઈ છે. આની સિવાય નવરાત્રિના 9 દિવસ દાઢી-મૂંછ તેમજ વાળ પણ કપાવવા જોઈએ નહીં. જો કે, આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું ખુબ શુભ હોવાનું મનાય છે. આની સાથે જ નવરાત્રિમાં ઉપવાસ રાખતા લોકોએ ભૂલથી પણ ડુંગળી, લસણ અથવા તો નોનવેજનું સેવન કરવું જોઈએ નહીં.

નવરાત્રિમાં આલ્કોહોલથી પણ એકદમ દૂર રહેવું જોઈએ. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા પ્રમાણે, નવરાત્રિમાં દિવસે સૂવું જોઈએ નહીં. નવરાત્રિમાં ઉપવાસ રાખતા લોકોએ કાળા રંગના કપડા પણ પહેરવા જોઈએ નહીં. આ દરમિયાન સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ દરમિયાન ઉપવાસ રાખતા લોકોએ ગંદા તથા મેલા કપડાં પહેરવા જોઈએ નહીં. આ દરમિયાન સીવણ કામ પણ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપવાસના 9 દિવસ ભોજનમાં પણ અનાજ તેમજ મીઠું લેવું જોઈએ નહીં. ભોજનમાં સિંધવ મીઠું, મોરૈયો, ફળ, બટાકા, સાબુદાણા, સામો, મગફળી વગેરેનું સેવન કરવું જોઈએ.

આની સાથોસાથ જ નવરાત્રિ દરમિયાન એક જગ્યાએ બેસીને ફળાહાર ગ્રહણ કરવું જોઈએ. જો નવરાત્રિમાં દુર્ગા ચાલીસા મંત્ર અથવા તો સપ્તશતીનું જાપ કરતી વખતે વચ્ચે કોઈપણ સાથે વાત કરવી જોઈએ નહીં. આમ, કરવાથી તમારી પૂજાનું ફળ નકારાત્મક શક્તિઓ લઈ જાય છે.

ઉપવાસ રાખતા લોકોએ બેલ્ટ, ચપલ-જૂતા, બેગ જેવી ચામડાની વસ્તુઓનો ઉપયોગ પણ કરવો નહીં. ઉપવાસ રાખનારે 9 દિવસ સુધી લીંબુ કાપવું જોઈએ નહીં. ઉપવાસ દરમિયાન ફળ ખાઈ રહ્યાં હો તો એક જ વખતમાં તેને ખતમ કરી દો. નવરાત્રિમાં ઉપવાસનું ફળ મેળવવા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…