ઓસમ ડુંગર પર ધોધનો નયનરમણીય નજારો: અનરાધાર વરસાદથી સોળે કળાએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય – જુઓ વિડીઓ

189
Published on: 4:20 pm, Sat, 9 July 22

હાલ મેઘરાજાની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ગઈ છે. ત્યારે જાણવા મળ્યું છે કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદને કારણે ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો હતો. જેથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઓસમ ડુંગર પર આવેલું છે ટપકેશ્વર મહાદેવનું મંદિર:
મળતી માહિતી અનુસાર, આ ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેના કારણે ઓસમ ડુંગરનો પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે.

ઓસમ ડુંગર પર માત્રી માતાજીનું મંદિર પણ છે:
આ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે. તેથી ખાસ કરીને તહેવારોની સીઝનમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીના મંદિર ઉપરાંત સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, હિડંબાનો હિંચકો સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ પણ આવેલી છે.

ઓસમ ડુંગરનું નામ કેવી રીતે પડ્યું:
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. એવું કહેવાય છે કે, ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. જેથી ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ+સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસના દિવસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે. સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…