કચ્છમાં આવેલ આશાપુરા માતાના મઢમાં સર્જાયો એવો ચમત્કાર કે, NASA ના વૈજ્ઞાનિકો કરશે સંશોધન

Published on: 4:59 pm, Tue, 26 October 21

કોરોના જેવી વૈશ્વિક મહામારી પછીથી ફરી એકવાર મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન શરુ થશે. ફરી એકવખત દેશ-દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ ગુજરાતના આ પ્રદેશની મુલાકાત લેશે તેમજ તેના ભૌગોલિક વિસ્તાર પર સંશોધન હાથ ધરશે. આપને જણાવી દઈએ કે, કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગળગ્રહ જેવી સપાટી જોવા મળી છે.

નાસાના વિજ્ઞાનીઓ કચ્છ આવશે:
મંગળ ગ્રહ પર જોવા મળતું જેરોસાઈટ ખનીજ કચ્છમાં આવેલ આશાપુરા સ્થાનક મઢમાં મળી આવતા દેશની નામાંકિત સંસ્થાઓ, વૈજ્ઞાનિકો સંશોધન કરવા કચ્છ આવ્યા હતા પણ કોરોના મહામારીને લીધે સંશોધન પર અસર થવાથી તેના પર રોક લગાવી દેવામાં આવી હતી. જો કે, આગામી ફેબ્રુઆરીમાં NASA તથા ઈસરો સહિત અનેકવિધ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો હવે ફરી એકવખત સંશોધન માટે કચ્છના માતાના મઢ વિસ્તારમાં આવશે.

કચ્છમાં મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે:
મહત્વની વાત તો એ છે કે, મંગળગ્રહને લઈ સમગ્ર વિશ્વમાં માર્શ મિશન પર કેટલાક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે કે, જેમાં ભારત દેશ પણ બાકાત રહ્યો નથી. આવા સમયે કચ્છના મંગળ ગ્રહ જેવી ભુપૃષ્ઠ સપાટી પર જોવા મળતું જેરોસાઈટ ખનીજ માતાના મઢ વિસ્તારમાંથી મળી આવ્યું છે.

બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ:
માતાના મઢની ઈમેજનરી સમાન કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કર જણાવે છે કે, જ્યા માતાના મઢમાં જેરોસાઇટ ધરબાયેલું છે. નાસાના 6 વૈજ્ઞાનિકો ત્યાં સંશોધનને લઈ કચ્છ આવ્યા હતા. જો કે, મંગળ ગ્રહ પર રોવરે લીધેલ ઇમેજને નાસાએ માતાના મઢમાં તેઓએ કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું.

જે-તે સમયે ખુબ ઓછા સમયના અભાવે તેઓ સંપૂર્ણ સંશોધન કરી શક્યા ન હતા. બાદમાં કોરોના મહામારીને કારણે વૈશ્વિક આવાગમન પર રોક લગાવતા માતાના મઢ સાઇટ સંશોધન પર બ્રેક લાગી ગઈ હતી. હવે હાલમાં લોકડાઉન પછી હજુ એકવાર દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આગામી ફેબ્રુઆરી-2022 માં ક્ચ્છ આવી ફરી સંશોધન કરશે.

7.2 કરોડ વર્ષ પહેલાં અહીં ધરબાયેલું છે જેરોસાઇટ:
આ સંશોધન મંગળ ગ્રહ પર લેન્ડિંગ સાઈટ નક્કી કરવામાં કામ લાગશે તથા ભવિષ્યના નાસા તેમજ ઇસરોના મિશન વખતે કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી એના પર માતાના મઢનો અભ્યાસ મહત્વનો સાબિત થશે. અમેરિકાના વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું છે કે, માતાના મઢ મંગળ ગ્રહની સિકલ જેવું હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ તેમજ લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બનેલ છે.

સેન્ટ લુઈસ આવેલ વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, માતાના મઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે. માતાના મઢ બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર એવું સ્થળ છે કે, અહીં 7.2 કરોડ વર્ષ પહેલાં ધરબાયેલું જેરોસાઇટ મળી આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…