વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં સર્જાયા જળસંકટનાં એંધાણ: જીવાદોરી સમાન નર્મદા ડેમની પાટીમાં થયો ધરખમ ઘટાડો

Published on: 1:15 pm, Thu, 26 August 21

ચાલુ વર્ષ દરમિયાન પુરતો વરસાદ ન આવતા તેમજ વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટનાં એંધાણ જણાઈ રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગયા વર્ષ કરતાં આ વર્ષ દરમિયાન કુલ 20 મીટર ઓછી નોંધાઈ છે. 25 ઓગસ્ટના રોજ નર્મદા ડેમની સપાટી કુલ 135.30 મીટર હતી, જ્યારે હાલમાં ફક્ત 115.81 મીટર જ છે.

હાલમાં નર્મદા ડેમમાં 50% કરતાં પણ ખુબ ઓછું પાણી છે. નર્મદા ડેમમાંથી સમગ્ર રાજ્યને ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા રહેલી છે કે, જેથી ખેડૂતો તેમજ તંત્ર વરસાદ થાય એવી આશા રાખીને રાહ જોઈ રહ્યા છે.

ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે:
સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 5 કલાકે કુલ 138.68 મીટરને પાર કરી દેતાં ડેમના 23 દરવાજા એકસાથે ખોલી દેવામાં આવ્યા હતા ત્યારે નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી.

જો કે, આ વર્ષ દરમિયાન સ્તિથી કંઇક અલગ જ છે. ખુબ સારા વરસાદ તથા વહેલા વરસાદની આગાહી કરતો મોસમ વિભાગ પણ ચિંતામાં છે. કારણ કે, આ વર્ષ દરમિયાન વરસાદ ખૂબ ઓછો થયો છે. નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો ફક્ત 487 મિમી વરસાદ પડ્યો છે.

નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઈ ગઈ:
હાલમાં નર્મદાની જળસપાટી ફક્ત 115.81 મીટર જ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ફક્ત 41,220 ક્યૂસેક થઇ રહી છે કે, જ્યારે જાવક ફક્ત 13,138 ક્યૂસેક થઇ રહી છે એટલે કે, હાલમાં છેલ્લા 12 કલાકમાં ફક્ત 7 સેમીનો વધારો નોંધાયો છે કે, જે એકદમ નહીંવત્ ગણાય.

હજુ વરસાદ ખેંચાશે તો જળસંકટ ઊભું થશે:
નર્મદા બંધમાં હાલમાં તો પાણીનો જથ્થો છે પણ જો હજુ વરસાદ ખેંચાયો તો ગંભીર જળસંકટ સર્જાશે. વર્ષ 2018માં નર્મદા બંધની જળસપાટી 110 મીટર પહોંચી ત્યારે ઇરિગેશન બાયપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. ત્યારપછી 2 વર્ષ ખુબ સારો વરસાદ પડતાં નર્મદા બંધ મહત્તમ સપાટી કુલ 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો. એકસાથે ડેમના 27 ગેટ ખોલી દેવાની ફરજ પડી હતી. જયારે આ વર્ષે પરિસ્થિતિ થોડી વિપરીત છે.

રાજ્યના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ થશે:
નર્મદા ડેમમાંથી ઉદ્યોગોને દરરોજ 125 ક્યૂસેક પાણી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે કુલ 36,500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતને 2,000 MCFT, મધ્ય ગુજરાતને 12,000 MCFT, સૌરાષ્ટ્રને 2500 MCFT તથા દક્ષિણ ગુજરાતને 20,000 MCFT પાણી સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે. જો વરસાદ હજુ ખેંચાશે તો રાજ્યના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ થઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…