તાજેતરમાં રાજ્યમાંથી એક ચોકાવનારી ઘટના સામે અવી છે. જેમાં દેવગઢ બારીયા તાલુકામાં એક ગામમાં યુવતી પર દુષ્કર્મ કરી ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 21 વર્ષની યુવતી રાત્રે કુદરતી હાજતે ઘર બહાર નીકળતા ગામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને નજીકના ખેતરમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, તું મને કેમ બોલાવતી નથી તેમ કહી યુવતીના ગાળાના ભાગે ઉપરા ઉપરી ચાકુના ઘા કર્યા હતા. યુવતી પર હુમલો કરીને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. યુવતીને ગાળાના ભાગે ઇજાઓ થતા સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ એકબાજુ જયારે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યારે ભુજ તાલુકાના નોખાણીયા ગામે મતદાનના દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ, ભેંસ ચરાવવા ગયેલા 16 વર્ષના કિશોરની હત્યા કરી નાંખવામાં આવી હતી. ગામમાં રહેતા સગીરની એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે.
ભણવાની બાબતમાં થયેલી બોલાચાલીમાં કુહાડીના ઘા ઝીંકી કિશોરને પતાવી દેવામાં આવ્યો હતો. કિશોરની હત્યાના બનાવમાં સગીરની જ અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાલ આ બનાવે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…