જુઓ કેવી રીતે ગુજરાતનું આ શિવમંદિર છ મહિના સુધી પાણીમાં સમાઈ જાય છે? ઈતિહાસ જાણી ચોંકી ઉઠશો

186
Published on: 8:40 pm, Tue, 5 October 21

સોશિયલ મીડિયા પર કેલિક અવનવી જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે કે, જેને જાણીને કેટલાંક લોકોને ખુબ આશ્વર્ય થતું હોય છે. હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ નર્મદા જિલ્લાનો કરજણ ડેમ પ્રથમ એવો ડેમ છે કે, જે ચાલુ વર્ષે સારો વરસાદ પડવાને લીધે છલોછલ થઇ રહ્યો છે. કરજણ ડેમની મહત્તમ સપાટી કુલ 115.25 મીટરની છે.

જયારે હાલમાં તેની જળસપાટી કુલ 113.85 મીટર છે એટલે કે, મહત્તમ સપાટીથી ખુબ નજીક છે. હાલમાં પણ કરજણ ડેમ કુલ 95% જેટલો ભરાયેલો છે. એવું કહી શકાય કે, કરજણ ડેમ કુલ 100% ભરાઈ જવાને લીધે ઉપરવાસમાં આવેલ જુનારાજ ગામનું 700 વર્ષ પૌરાણિક નંદકેશ્વર મંદિર જળસમાધિ લઈ લેતાં હાલમાં કુલ 5% પાણી ઓસરતાં મંદિર થોડું દેખાવા લાગ્યું છે પરંતુ હજુ પણ શિવલિંગ જળસમાધિમાં રહેલું છે.

આ મંદિર ભારતનું સૌપ્રથમ એવું મંદિર હશે કે, જે 6 મહિના પાણીમાં જળસમાધિમાં રહ્ય બાદ 6 મહિના બહાર રહે છે. આ મંદીરમાં ગ્રામજનો પૂજા અર્ચના કરતા હોય છે. શિવરાત્રીનાં તહેવાર નજીક આવતાની સાથે જ આ મંદિર ખુલ્લું થઇ જાય છે તેમજ પાણી ઓસરી જાય છે. ગ્રામજનો રંગ રોગાન કરીને શિવરાત્રીની ઉજવણી કરે છે.

આ બાબતે નિવૃત RFO અનિરુદ્ધસિંહ ગોહિલે કહ્યું હતું કે, આ જુનારાજ મૂળ આદિવાસી રાજાની ગાદી હતી. પરમાર વંશના ભાણેજ તરીકે ઘોઘાથી અહીં આવ્યા હતાં, મહારાજ અમરજિતસિંહના પૌત્રની જુનારાજ ખાતે ગાદી હતી. તેમણે વર્ષ 1370 માં નગરની સુખ શાંતિ તેમજ વંશ વૃદ્ધિ ને લઈ આ મંદિર બનાવી દેવીદેવતાની સ્થાપના કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…