રૂપિયાના કોથળાને કોથળા ભરીને મામેરું કરવા પહોચ્યા મામા- એટલા રૂપિયા હતા કે ગણી ગણીને દુખવા લાગ્યા હાથ

104
Published on: 12:04 pm, Wed, 24 November 21

આજે અમે તમને એક ચોકાવનારા બનાવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ બનાવ રાજસ્થાનના નાગોરનો છે. જ્યા એક યુવકના લગ્ન હતા તે સમયે ત્રણેય મામા બે થેલા ભરીને ત્યા આવી પહોચ્યા હતા. જેમાં અઢળક રૂપિયા ભરેલા હતા. જ્યારે લોકોએ આટલું મામેરું જોયું ત્યારે મોટા ભાગના લોકો વિચારમાં પડી ગયા હતા. બંને મામાએ 10 10ની નોટોના બંડલ કોથળામાં રાખ્યા હતા.

જાણવા મળ્યું છે કે, જેમા કુલ 6 લાખની રકમ મામાઓ મામેરામાં લઈને આવ્યા હતા. જેને ગણવામાં જ 3 કલાક લાગી ગયા હતા. નાગોર જિલ્લાના દેશવાલ ગામમાં આ રીતનું મામેરું જોવા મળ્યું છે. ત્રણેય મામા ખેડૂત હતા અને રાજીખુશીથી તેમના ભાણીયા માટે મામેરું લાવ્યા હતા.

મામેરાની રકમ બધાની સામે જ બહાર કાઢવામાં આવી હતી. જેને ગણતા ગણતા 3 કલાક થયા હતા. આ ઉપરાંત, મામાઓએ રોકડ રકમ સિવાય પણ સોના ચાંદીના દાગીનાઓ આપ્યા હતા. ત્રણેય ભાઈઓએ તેમની બહેનના સંતાન માટે જેટલું રાખ્યું હતું તેને જોઈને બહેનની આખમાં પણ હર્ષના આસું આવી ગયા હતા.

આ સાથે જ તે ઘણી ખુશ થઈ ગઈ હતી. નોટોને બહાર કાઢ્યા બાદ આઠ લોકો તેની ગણતરી કરવા બેઠા હતા. અંદાજે 3 કલાક સુધી ગણતરી ચાલી હતી. બાદમાં જાણવા મળ્યું કે, કુલ મામેરની રકમ 6 લાખ 25 હજાર હતી. કારણ કે, લગ્નમાં બધા લોકો જાણવા ઉસ્તુક હતા કે મામેરાની રકમ કેટલી છે.

નોંધનીય છે કે, રાજસ્થાનમાં લગ્ન સમયે મામાઓ પહેલાથી મોટા પ્રમાણમાં મામેરું આપતા આવ્યા છે. તેમાં પણ ખિચાંલા અને જાયલ જાટોમાં તો મોટા પ્રમાણમાં મામેરું આપવામાં આવે છે. માટે નાગોર જિલ્લાના મામેરા ઘણા પ્રસિદ્ધ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…