ભક્તોને દર્શન આપીને દિવસમાં બે વખત સમુદ્રમાં સમાઈ જાય છે ભારતનું એક માત્ર આ મંદિર- જાણો તેનો ચમત્કારિક ઈતિહાસ

153
Published on: 7:31 pm, Mon, 25 October 21

આપ સૌને જાણ હશે જ કે, ભારત એક પ્રાચીન સભ્યતા ધરાવતો સાંસ્કૃતિક દેશ છે. જે સમગ્ર વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે કે, જ્યાં દરેક વર્ગ તથા સમુદાયના લોકો શાંતિથી રહે છે. વિશ્વના ખૂણે-ખૂણેથી સેકંડો પ્રવાસીઓ માત્ર ભૌગોલિક સ્થિતિ, આબોહવા અને વૈવિધ્યસભર સંસ્કૃતિ જોવા માટે અહીં આવતા હોય છે.

જો કે, ભારતની મુલાકાત વખતે પ્રવાસીઓને જે કોઈ વસ્તુ સૌથી વધુ પસંદ આવે તે ભારતનું સૌથી જૂનું મંદિર છે. મંદિરોની રચના, વિશેષતા, મહત્વ તેમજ ઈતિહાસ જાણવા માટે જ પ્રવાસીઓ વારંવાર ભારતમાં આવતા હોય છે. આમાંના ઘણા મંદિરો એવા પણ છે કે, જે હજારો વર્ષો જૂના છે તેમજ તેમના વિશે જાણવું પ્રવાસીઓ માટે આતુરતાનો વિષય છે.

બ્રહ્મા મંદિર (પુષ્કર, રાજસ્થાન):
આ ભગવાન બ્રહ્માનું એકમાત્ર મંદિર છે કે, જે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. એવું કહેવાય છે કે, મોગલ શાસક ઔરંગઝેબના શાસન વખતે મંદિરોનો નાશ કરવાના આદેશ બાદ આ એકમાત્ર મંદિર બાકી રહ્યું છે. આ મંદિર 14મી સદીમાં બનાવાયુ હતું. તેના નિર્માણ વિશે ઘણી રસપ્રદ વાર્તાઓ રહેલી છે. મંદિરની બાજુમાં એક સુંદર તળાવ છે કે, જે પુષ્કર તળાવ તરીકે ઓળખાય છે. પુષ્કર તળાવ હિન્દુઓ માટે પવિત્ર સ્થળ તરીકે જાણીતું બન્યું છે.

ચાઇનીઝ કાલી મંદિર (કોલકાતા):
કોલકાતાના ટાંગરામાં 60 વર્ષ જૂનું ચાઇનીઝ કાલી મંદિર આવેલ છે. આ સ્થળને ચાઇનાટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીનના સ્થાનિક લોકો આ મંદિરમાં પૂજા કરે છે. આટલું જ નહીં, પ્રવાસી ચીની લોકો પણ દુર્ગા પૂજા વખતે આ મંદિરની મુલાકાત લેવા આવે છે. અહીં આવનાર લોકોને પ્રસાદમાં નૂડલ્સ, ભાત અને શાકભાજીમાંથી બનેલી કઢી પીરસવામાં આવે છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત):
તમે આની કલ્પના કરી શકતા નથી પરંતુ તે હકીકત છે કે, આ મંદિર એક ક્ષણ માટે અદૃશ્ય થઈ જાય છે અને પછી થોડા સમય પછી તે જ જગ્યાએ પાછું આવી જાય છે. આ મંદિર અરબી સમુદ્રની બરાબર સામે છે તેમજ વડોદરાથી 40 માઈલ દૂર છે. ખાસ વાત એ છે કે દરિયામાં ભરતી ઓછી હોય ત્યારે જ તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો. ભરતીના સમયે શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે.

શિવ મંદિર (વારાણસી, ઉત્તરપ્રદેશ):
તમને જાણીને નવાઈ લાગશે કે, આ મંદિર કોઈ પર્વત કે સપાટ જગ્યા પર નથી બન્યું, પણ આ મંદિર પાણી પર બનેલું છે. કહેવાનો અર્થ એ છે કે, આ શિવ મંદિર આંશિક રીતે નદીના પાણીમાં ડૂબી ગયું છે. તેની બાજુમાં, સિંધિયા ઘાટ, જેને શિંદે ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે કે, જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિરમાં કોઈ આધ્યાત્મિક કાર્ય નથી અને તે હાલમાં બંધ છે. આજે પણ લોકો આ મંદિર વિશે જાણવા ઉત્સુક રહેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…