અહો આશ્વર્યમ! અહીં ગૌ માતાએ બે માથાવાળા વાછરડાને આપ્યો જન્મ, જોવા માટે લાગી લોકોની લાઈનો

118
Published on: 4:06 pm, Fri, 29 October 21

રશિયામાં એક ગાયે એવા વાછરડાને જન્મ આપ્યો છે કે, જે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિચિત્ર વાછરડું ડુક્કર જેવું દેખાય છે તેમજ એને એક નહીં પણ બે માથા છે. રશિયાના ખાકસિયા વિસ્તારમાં રહેતા એક ખેડૂતની ગાયે આ વાછરડાને જન્મ આપ્યો છે. જો કે, દુઃખની વાત એ છે કે, આ વાછરડાનું જન્મના થોડા જ સમયમાં મૃત્યુ થયું હતું.

આ કારણે બને છે આવી ઘટના:
ખાકસિયાના કૃષિ અને ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મટકેચિક ગામમાં આવા વાછરડાનો જન્મ થયો હતો. ગાયના આવા આનુવંશિક ભિન્નતા સાથે વાછરડાને જન્મ આપવા માટે જીનોમમાં થયેલો ફેરફાર જવાબદાર છે. મંત્રાલયે કહ્યું કે, પ્રાણીઓમાં પરિવર્તન માટે તેમનું આંતરિક અને બાહ્ય વાતાવરણ જવાબદાર રહેલું છે.

ખેડૂત પ્રખ્યાત થઈ ગયો:
નિષ્ણાતો કહે છે કે, આ પરિવર્તનો સંવર્ધન દરમિયાન પણ થઈ શકે છે. આ વિચિત્ર વાછરડાના જન્મના સમાચાર ખાકસીયાના રહેવાસી ખેડૂતને મળતા એને જોવ માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાછરડાનો ફોટો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયો હતો. ખેડૂત પણ ખુબ પ્રખ્યાત થઈ ગયો છે. જો કે, પહેલા વાછરડા અને પછી ગાયના મોતથી ખેડૂતને બેવડો ફટકો પડ્યો છે.

રાજસ્થાનમાં પણ બની છે આવી ઘટના:
હાલમાં જ રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં બે મોઢાવાળા વાછરડાનો જન્મ થયો હતો. તેને બે ગરદન અને બે મોં હતાં. આ વાછરડું પણ જન્મના થોડા કલાકો બાદ મૃત્યુ પામ્યું હતું. બાદમાં ગામના તમામ લોકોએ વાછરડાની કબર બનાવવાનું નક્કી કર્યું હતું તેમજ વાછરડાનું પૂજન કરીને મહિલાઓએ ભજન ગાઈને સમાધિ આપી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…