‘ગૌ પ્રેમ’ એટલો કે, મુસ્લિમ યુવકે પત્નીને છોડી દીધી- વાંચો અને શેર કરો

644
Published on: 7:40 pm, Wed, 23 February 22

ઉત્તર પ્રદેશના એક મુસ્લિમને તેની 14 ગાયો પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેણે તેની પત્નીને ગાયો માટે છોડી દીધી હતી, મૂળ કાનપુરના ગ્રામ્ય વિસ્તારના એક અફાક અલીએ જણાવ્યું કે, જ્યારે તેની પત્નીએ ગાય અથવા પત્નીમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહ્યું ત્યારે તેણે ગાયને પસંદ કરી હતું. જો કે આ વાર્તા 13 વર્ષ પહેલાની છે, પરંતુ આજે જ્યારે ગૌ રક્ષક જૂથોએ ગૌમાંસ અને ગાય ખાવાના મુદ્દે મુસ્લિમોને નિશાન બનાવ્યા ત્યારે અફાકે આ ઘટના જણાવી હતી.

વર્ષ 2001માં લગ્નના થોડા દિવસો બાદ અફાકે આ નિર્ણય પોતાની પત્નીને સાંભળ્યો હતો, તેની પત્ની અફરોઝે ઘર છોડી દીધું. પંચાયતે બંનેને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અફાકે પોતાનો નિર્ણય બદલ્યો નહીં, 15 વર્ષની ઉંમરે અફાકે તેની પહેલી ગાય ખરીદી હતી, હવે તેની પાસે કુલ 14 ગાયો છે.

અફાક અલી ઉર્ફે મુન્ના શુદ્ધ શાકાહારી છે. 
જયારે કહેવાય રહ્યું છે કે, અફાક શુદ્ધ શાકાહારી છે. તે સવારે વહેલા ઉઠે છે અને ગાયોને દોહ્યા પછી તેમના માટે ચારા પાણીની વ્યવસ્થા કરે છે. આ ઉપરાંત સમયાંતરે મેડિકલ ચેકઅપ પણ કરાવે છે.

વખાણ અને ટીકા કરવી:
અફાકે જણાવ્યું કે, ગામલોકો ગાયો પ્રત્યેના મારા પ્રેમ અને સમર્પણની પ્રશંસા કરે છે, પરંતુ કેટલાક સંબંધીઓ મારી પત્ની સાથેના મારા વર્તનની ટીકા કરે છે. છતાં પણ મેં આ નિર્ણય લીધો છે, કારણ કે… મારી પત્ની મારી સાથે રોજ ઝઘડો કરતી હતી અને ગાયો વેચવાનું કહેતી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…