ચોરીના આરોપમાં ફસાવીને ગ્રામજનોએ ક્રુરતા પૂર્વક લોખંડના સળિયા વડે માર્યો ઢોરમાર- જુઓ ભયંકર વિડીયો

456
Published on: 2:00 pm, Sat, 15 January 22

બિહારમાં આવેલ મુંગેરના તારાપુરમાં એક યુવકને ટોળાએ ચોરીનો આરોપ લગાવીને બેરહેમીથી માર માર્યો હતો. લોકો પહેલા તેને ઘસડીને લાવ્યા અને ત્યાર પછી ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધીને તેને થોર માર માર્યો હતો. જયારે કેટલાક લોકોએ લાતો, મુક્કાઓ માર્યા હતા અને કેટલાક લાકડીઓ વડે મારતા હતા. યુવક પોતે નિર્દોષ હોવાનો દાવો કરતો રહ્યો, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. જ્યારે તે બેહોશ થઈ ગયો ત્યારે પણ લોકોએ તેના પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. આવામાં કોઈએ પોલીસને આ બાબતે જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતાની સાથે જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ યુવકને લોકોની ચુંગાલમાંથી બહાર કાઢ્યો અને તેને સબ ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાંથી ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરાયા હતા. પીડિતાની ઓળખ ગાઝીપુર ગામના ઈબ્રાહીમપુર વિસ્તારના ઈનામ ઉર્ફે મિન્ટુ તરીકે થઈ છે.

મિન્ટુ ભાનમાં આવ્યા પછી, તેણે ગામના બે લોકો પર જીવલેણ હુમલા માટે FIR નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો કે શનિવારે મોહંમદ બાસીદ અને મો. સજ્જાદે અપશબ્દો બોલીને પિસ્તોલ સાથે ઘરમાં ઘુસીને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને ઘરની બહાર ઇમામબારા તરફ ખેંચી ગયો અને ત્યાં પણ તેને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું હતું.

વીજ થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો:
ઇમામબારા પર તેના સાગરિતો હસન, સજ્જાદ, સદ્દામ, સલમાન બધાએ માર માર્યો હતો અને વેરહાઉસ પાસે લાકડા લઈ ગયા હતા અને તેમને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી દીધા હતા અને તેમને ખરાબ રીતે ઘાયલ કર્યા હતા. લોખંડના સળિયા વડે માર મારવાથી બંને હાથ-પગ લોહીલુહાણ થઈ ગયા હતા. મિન્ટૂએ કહ્યું કે, આ ઘટના જાણીજોઈને મારી નાખવાના ઈરાદાથી કરવામાં આવી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ FIR નોંધી
આ અંગે એસડીપીઓ પંકજ કુમારે કહ્યું કે, ‘એમ. ઈનામુલ નામના યુવક પર ચોરીના આરોપમાં હુમલો કરવામાં આવ્યો છે. કાયદો પોતાના હાથમાં લેવો એ ખોટું છે. પીડિત યુવકના નિવેદન પર એફઆઈઆર નોંધવામાં આવી છે. વીડિયો ફૂટેજની તપાસ કરીને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પીડિતાએ તારાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…