
છેતરપીંડીની કેટલીક ઘટનાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલ મોરીખા ગામના ખેડૂત પુત્રએ મુંબઇમાં આવેલ લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં MD ચામડીના ડોક્ટરનો અભ્યાસ કરવા માટે પ્રવેશ પ્રક્રિયા કરી હતી.
જો કે, કોલેજના સંચાલકોએ તેના પિતા પાસે 60 લાખ પડાવીને યુવકને એડમિશન આપ્યું ન હતુ. આ બાબતે ખેડૂતે કોલેજના 6 સંચાલકો વિરુદ્ધ વાવ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોરીખા ગામના હરસેંગભાઇ ખેમજીભાઇ ચૌધરીનો દીકરો નરેન્દ્ર મેડિકલ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતો હતો.
આ દરમિયાન મુંબઇમાં આવેલ લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના 6 સંચાલકોએ હરસેંગભાઇનો ટેલિફોનિક સંપર્ક કરીને નરેન્દ્રને કોલેજમાં MD ચામડીના રોગના નિષ્ણાંત તબીબના પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે.
આમ કહીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં 60,00,000 રૂપિયા નંખાવ્યા હતા. જો કે, નરેન્દ્રને એડમિશન ન મળતાં વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતા હરસેંગભાઇએ મુંબઇમાં આવેલ મેડિકલ કોલેજના 6 સંચાલકો વિરુદ્ધ વાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ડેપ્યુટી ડીનને કોલેજમાંથી સસ્પેન્ડ કરાયો છે:
મેડિકલમાં PG માટે પ્રવેશ અપાવવાના બહાને રેકેટ ચલાવીને ઝડપાયેલ હકાલ પટ્ટી કરાયેલા ડેપ્યુટી ડીન ડો.રાકેશ રામનારાયણ વર્માને કોલેજમાંથી સસ્પેેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની તથા લવ અવધકિશોર ગુપ્તાની ભરૂચ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ઓછા રેન્કિંગ તથા ખાલી પડેલ મેડિકલની બેઠકોની લાલચ અપાતી હતી:
ભરૂચમાં નોંધાયેલ ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મેડિકલમાં પ્રવેશના નામે આ ટોળકી ખુબ ઓછા રેન્કિંગવાળા સ્ટુડન્ટને શિકાર બનાવતી હતી. બેઠકો ભરાઈ ગયા પછી જે-તે કોલેજની ખાલી રહેલ બેઠકો ઉપર પ્રવેશના નામે ખેલ ખેલાતો હતો.
આ ચિટર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો:
1. ડો. રાકેશ વર્મા ડેપ્યુટી ડીન, લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ સાયન મુંબઇ
2. લવકુમાર અવધકિશોર ગુપ્તા
3. ડો. અખિલેશ
4. ડો. ધીરજ
5. અવધકિશોર દાતારામ ગુપ્તા ( રહે. પ્લોટ નં. 2962, ઉનીયારોકા રસ્તા, તીસરા ચોરાહા, ચાંદપોલ બજાર, જયપુર રાજસ્થાન)
6.અનુરાધા અવધકિશોર ગુપ્તા ( રહે. પ્લોટ નં. 2962, ઉનીયારોકા રસ્તા, તીસરા ચોરાહા, ચાંદપોલ બજાર, જયપુર રાજસ્થાન)