ભારત(India) અને વિશ્વમાં સૌથી અમીરની યાદીમાં આવતાં મુકેશ અંબાણી(Mukesh Ambani) સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં અને એક્ટીવ રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મુકેશ અંબાણીના ગુરુ વિશે જણાવીશું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ₹71.2 બિલિયનની નેટવર્થ ધરાવે છે.
સફળ થવા માટે તમારા માર્ગદર્શક બનવું જરૂરી છે. આ દરેક મનુષ્યને લાગુ પડે છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ. મુકેશ અંબાણી કોઈ પણ નિર્ણય લેતા પહેલા પૂછે છે પોતાના ગુરુજીને, તો હવે બધાનાં મનમાં એવો વિચાર આવતો જ હશે કે શા માટે મુકેશ અંબાણી તેના ગુરુજીને બધા નિર્ણયો લેતાં પહેલાં પૂછે છે.
અંબાણી પરિવારના ગુરુ રમેશભાઈ ઓઝા છે, જેઓ ગુજરાતના પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન આશ્રમ ચલાવે છે. રમેશભાઈ ધીરુભાઈ અંબાણીના સમયથી અંબાણી પરિવારના આધ્યાત્મિક ગુરુ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નમાં રમેશભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સાથે જ ધીરુભાઈ અંબાણીના નિધન બાદ બંને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવામાં પણ તેમનો ફાળો છે. આ ઉપરાંત ધીરુભાઈ અંબાણી મેમોરિયલનું ઉદ્ઘાટન થયું ત્યારે રમેશભાઈ ઓઝાએ પણ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આથી કોઈ પણ કાર્ય કરતાં મુકેશ અંબાણી પોતાના ગુરુજીના આશિર્વાદ અને તેને પૂછીને જ બધું કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…