હાથમાં પરિણામ અને આંખોમાં આંસુ… 18 દિવસ પહેલા જ માતાના નિધન બાદ દીકરી ધો10 બોર્ડમાં લાવી 89 ટકા

Published on: 10:57 am, Sun, 4 June 23

ગૌરા કુમારી શર્માએ ધોરણ 10માં 89.67 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે પરિણામ આવ્યું ત્યારે ગૌરાને તેની માતાનો ફોટો જોઈને આંસુ આવી ગયા. મળેલી માહિતી અનુસાર ગૌરા કુમારી શર્માના માતાનું એક અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાનના કોટાના રામપુરા વિસ્તારની રહેવાસી ગૌરા કુમારી શર્માએ દસમા ધોરણમાં 89.67 માર્ક્સ મેળવ્યા છે. તેને કુલ 538 નંબર મળ્યા છે.

ગૌરા માટે સારું પરિણામ એ ખુશીની વાત છે, પરંતુ એક દુઃખ પણ છે કે માતા તેની સાથે નથી. જે માતાએ પરીક્ષા વખતે તેની સાથે બેસીને ભણાવ્યું હતું, જે માતા તેને મોટી ઓફિસર બનતા જોવા માંગતી હતી, હવે તે આ દુનિયામાં નથી. પરિણામ આવ્યું ત્યારે ગૌરા તેની માતાના ફોટા સામે ઉભી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. હૃદયમાંથી અવાજ આવ્યોકે, માત તમે જ મને ભણાવી પરંતુ આજે મારું સારું પરિણામ જોવા માટે તમે જ મારી સાથે નથી…

ગૌરાએ વિજ્ઞાનમાં 96, ગણિતમાં 88 અંક મેળવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના સમયમાં ખોટને કારણે પિતાનો ધંધો બંધ હતો. માતા મંજુ જ બાળકોના ભણતર અને ઘરખર્ચ કરતી હતી. ગૌરાને ત્રણ બહેનો અને એક ભાઈ છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તેને ખાનગી શાળામાંથી કાઢીને સરકારી શાળામાં ભણાવવા મોકલવામાં આવી હતી. 16 મેના રોજ રામપુરા વિસ્તારમાં જયપુર ગોલ્ડન પાસે રોડવેઝની બસે સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મંજુનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં ગૌરાને પણ ઈજા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું 10માનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે પણ દીકરીઓની જીત થઈ છે. ઘણી દીકરીઓએ પ્રતિકૂળતાને તેમના લક્ષ્યમાં અવરોધ ન આવવા દીધો અને સફળતા પ્રાપ્ત કરી છે. આવી જ કહાની કોટાના રામપુરા વિસ્તારની રહેવાસી ગૌરા કુમારી શર્માની છે. પિતાનો ધંધો બંધ થયો ત્યારે માતાએ ભણાવ્યું, દીકરીએ પણ ઘણી મહેનત કરી, પરંતુ પરિણામના 18 દિવસ પહેલા જ માતાનું અવસાન થયું. હવે દીકરી હાથમાં પરિણામ સાથે માતાની તસવીર જોઈને ભાવુક થઈ ગઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…