મોટા ભાગના લોકોને બાથરૂમમાં જ હાર્ટએટેક આવે છે, જાણો તેની પાછળનું ચોંકાવનારૂ કારણ

Published on: 4:12 pm, Sat, 20 February 21

તમે ઘણી વખત સાંભળ્યું જ હશે કે, બાથરૂમમાં કાર્ડિઆક એરેસ્ટ કે હાર્ટ એટેક આવવાથી વ્યક્તિનું મૃત્યુ થાય. પરંતુ શું તમે જાણો છો કે બાથરૂમમાં હ્રદય સંબંધી સમસ્યા અચાનક થવાનું કારણ શું છે ? ચાલો જાણીએ કે સ્નાન કરવા દરમિયાન જ કેમ હાર્ટ એટેક આવે છે. કાર્ડિયાક એરેસ્ટ હોય કે હાર્ટ એટેક, બંને સમસ્યાઓ આપણા બ્લડ સર્ક્યુલેશનથી સંબંધિત છે. રક્ત પરિભ્રમણને કારણે, આપણા શરીરના અન્ય રોગો નિયંત્રણમાં છે. રક્ત પરિભ્રમણની સીધી અસર આપણા હૃદય પર પડે છે, જેના કારણે આપણા શરીરની અન્ય પ્રવૃત્તિઓ નિયંત્રણમાં હોય છે.કે જેથી સૌથી વધુ હાર્ટ એટેક આવે છે અથવા કાર્ડિયાક એરેસ્ટ થાય છે. ચાલો જાણીએ કે સ્નાન કરવા દરમિયાન જ કેમ હાર્ટ એટેક આવે છે.

ટૉઈલેટ પ્રેશર
ટૉઈલેટ પ્રેશરથી પણ તમને હાર્ટ એટેક આવી શકે છે. ટૉઈલેટ સીટ પર બેસવાથી કે ઈન્ડિયન સ્ટાઈલ ટોઈલેટનો ઉપયોગ કરવાથી અથવા વધુ જોર કરવાથી કે વધુ સમય બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશનને અસર પહોંચે છે. તેનાથી હ્રદયની ધમણી પર દબાણ વધે છે, જેને કારણે હાર્ટ એટેક કે કાર્ડિઆક એરેસ્ટ આવી શકે છે.

માથા પર સીધું ઠંડુ પાણી
ડૉક્ટર્સના કહેવા પ્રમાણે સ્નાન કરવા દરમિયાન હ્રદયના દર્દીઓએ સતર્ક રહેવું જોઈએ. સ્નાન કરવા દરમિયાન પાણી સીધું માથા પર નાખતા પહેલા પાણી પગ ઉપર નાખો અને પછી ધીરે ધીરે શાવરમાં માથાને પાણી નીચે લઈ જાવ. કારણ કે, જો ઠંડુ પાણી સીધું માથા પર પડે તો બ્લડ સપ્લાય પર સીધી અસર પડે છે. ઘણી વખત આનાથી કિસ્સાઓ વધુ બગડતા જાય છે, કેટલીકવાર વ્યક્તિના ધબકારા તરત જ અટકી જાય છે. જે જીવલેણ સાબિત થાય છે.

બ્લડ પ્રેશર
જો તમે અચાનક તમારા શરીર પર ગરમ કે ઠંડુ પાણી નાખો છો, તો પછી આ આપણા બ્લડ સર્ક્યુલેશન પર સીધો દબાણ લાવે છે. અચાનક ઠંડા પાણી નીચે જવું, બૉડી સાફ કરવામાં વધુ પ્રેશર કરવું, બંને પગના ટેકે વધુ સમય બેસવું, ફટાફટ નાહવું, બાથટબમાં વધુ સમય રહેવાથી પણ બ્લડ પ્રેશરને અસર પહોંચે છે. સ્નાન કરવા દરમિયાન પાણી સીધું માથા પર નાખતા પહેલા પાણી પગ ઉપર નાખો અને પછી ધીરે ધીરે શાવરમાં માથાને પાણી નીચે લઈ જાવ. તમે પણ બાથરૂમમાં જતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો.