ધનને ચુંબકની જેમ આકર્ષે છે આ છોડ, ઘરમાં લગાવવાની સાથે જ ચમકી ઉઠશે કિસ્મત

Published on: 9:53 am, Thu, 26 August 21

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેનાથી તમે ધનવાન બની શકો છો. દુનિયામાં તમામ વ્યક્તિઓને એવું સપનું હોય છે કે, એની પાસે પણ ખુબ પૈસા હોય તેમજ તેઓ પૈસાદાર થવાની ઈચ્છા રાખતાં હોય છે પણ પૈસાદાર થવા માટે કિસ્મત તથા મહેનત બંનેનું મહત્વનું યોગદાન રહેલું હોય છે. જો કે, કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે, જેની હાજરી માત્રથી ઘર આબાદ થઈ જતું હોય છે.

ઋગ્વેદથી લઈને તમામ શાસ્ત્રોમાં છોડની પૂજા કરવાંનો ઉલ્લેખ જોવા મળે છે. વૈદિક જ્યોતિષ તથા વાસ્તુ શાસ્ત્રમાં પણ એવાં વિવિધ છોડોનું વર્ણન જોવા મળતું હોય છે. જેને તમે તમારા ઘરમાં લગાવીને તમારી કિસ્મત ચમકાવવાની વાત કહેવામાં આવી છે. આજે અમે તમને એક એવાં જ છોડ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેને ઘરમાં લગાવવાથી ધન ચુંબકની જેમ ખેંચાઈને આવશે. આ છોડ મયુરપંખનો છે. મોરની પાંખોની જેમ દેખાતા આ છોડમાં આશ્ચર્યજનક રીતે ધનનો ભંડાર ભરવાની તાકાત રહેલી છે.

મયુરપંખને કહે છે વિદ્યાનો છોડ :
દેશનાં કેટલાંક રાજ્યોમાં મયુરપંખને વિદ્યાનો છોડ પણ કહેવામાં આવે છે. બાળકો તેને શાળાએ જવાની નોટબુકમાં રાખતાં હોય છે કે, જેથી વિદ્યા આવે. કારણ કે, ધનનો સંબંધ પણ વિદ્યાની સાથે જ રહેલો છે. જો ભણી-ગણીને સારું શિક્ષણ પ્રાપ્ત કરી લે તો ધનનાં આગમનનો માર્ગ જાતે જ ખુલી જશે. કેટલાંક પૈસાદાર લોકો મયુરપંખીના છોડને ઘરમાં લગાવતાં હોય છે કે, જેથી ધનની આવક બની રહે.

એવું પણ માનવામાં આવે છે કે, મુકેશ અંબાણીએ પણ પોતાના બગીચામાં આ છોડ રાખ્યો છે.  આ વાતની હજુ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એવી માન્યતા પણ રહેલી છે કે, આ છોડમાં વ્યક્તિને ધનવાન બનાવવાની પર્યાપ્ત માત્રા હાજર છે. મયૂરપંખનો છોડ લગાવવા માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે કે, જેથી તેનો પૂર્ણ શુભ પ્રભાવ તમને મળી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…