સૌરાષ્ટ્રના ખેડૂતો દિવાળી પહેલા રોકડી કરવા તત્પર: મગફળીની મબલખ આવક થવા પામી, જાણો કેટલા રજીસ્ટ્રેશન થયા

257
Published on: 3:27 pm, Fri, 22 October 21

હાલમાં જયારે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદવાની પ્રક્રિયા હાથ ધ૨વામાં આવના૨ છે ત્યારે આ ખરીદીની પ્રક્રિયા અંતર્ગત હાલમાં સમગ્ર રાજ્યમાં મગફળીની ખરીદી માટે ૨જિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે.

આ સમયે અત્યાર સુધીમાં રાજ્યમાં 2,36,689 લોકોનું ૨જીસ્ટ્રેશન થવા પામ્યુ છે. અહીં નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધારે ૨જિસ્ટ્રેશનની સાથોસાથ રાજકોટ જિલ્લો અવ્વલ નંબર પર રહેલો છે તેમજ બીજી બાજુ રાજકોટ ગોંડલ સહીત જિલ્લાના મોટા યાર્ડમાં મગફળી તથા કપાસની મબલખ આવક થવા પામી છે.

હાલમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી તથા કપાસની મબલખ આવક થવા પામી છે કે, જેમાં 28 લાખ કિલો મગફળીની તેમજ 6 લાખ કિલો કપાસની આવક થવા પામી છે કે, જેમાં મગફળીના ભાવ 900 રૂપિયાથી માંડીને 1150 રૂપિયા તેમજ કપાસના ભાવ 1150 રૂપિયાથી માંડીને 1721 રૂપિયા ચાલી રહ્યા હતા.

રાજકોટ શહે૨ (પૂર્વ)માં સૌથી ઓછુ ૨જિસ્ટ્રેશન:
મળી રહેલ જાણકારી પ્રમાણે સમગ્ર રાજકોટ જિલ્લામાં અત્યા૨ સુધીમાં મગફળીની ખરીદી માટે કુલ 53,433 ખેડૂતોએ ૨જિસ્ટ્રેશન કરાવી લીધું છે કે, જેમાં રાજકોટ તાલુકામાં 2013, લોધીકામાં 2649, કોટડા સાંગાણી 3464, ધોરાજીમાં 3589, ઉપલેટામાં 3789, પડધરીમાં 4049, વિછીંયામાં 4126, જેતપુ૨માં 4546, જસદણમાં 5739, જામકંડોરણામાં 9205 તેમજ ગોંડલમાં 10258 ખેડૂતો સામેલ છે.

અહી નોંધનીય છે કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી ગોંડલ તાલુકામાં તથા જામકંડો૨ણા તાલુકામાં ૨જિસ્ટ્રેશન થવ પામ્યું છે. જયારે રાજકોટ શહે૨ (પૂર્વ)માં સૌથી ઓછુ ૨જિસ્ટ્રેશન થવા પામ્યુ છે. આ ૨જિસ્ટ્રેશન પ્રક્રિયા આગામી 31 ઓકટોબ૨ સુધી ચાલના૨ છે.

દિવાળી પહેલા ખેડૂતો રોકડી કરવા તપ્તર:
એક બાજુ જયારે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે ત્યારે એમાં રાજકોટ સૌપ્રથમ નંબરે છે બીજી બાજુ દિવાળી પહેલા જ રાજકોટ જિલ્લાના મોટા યાર્ડ બેડી, ગોંડલ, ઉપલેટા સહીત યાર્ડમાં કપાસ તથા મગફળીની મબલખ આવક થવા પામી છે.

આપને જણાવી દઈએ કે, પૂરતા ભાવ મળી રહેતા હોવાને લીધે દિવાળી પહેલા જ ખેડૂતો રોકડી કરવાના મૂડમાં હોય એવું જણાઈ રહ્યું છે. એમાં પણ ખુબ સારી ગુણવતા વાળી મગફળી હોય તો ટેકાના ભાવ કરતા પણ વધારે ભાવ હાલમાં છૂટક બજારમાં મળી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…