દિવાળી પહેલા ખેડૂતોનું દેવાળું નીકળ્યું: માર્કેટિંગ યાર્ડમાં અચાનક આગ લાગી ઉઠતા 10,000 મણથી વધુનો કપાસ બળીને થયો ખાક

131
Published on: 11:02 am, Sun, 31 October 21

હાલમાં રાજ્યમાં આવેલ મોરબી પંથકનાં ખેડૂતોની માથે દુખના વાદળો છવાયા છે. અહીંના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલામાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. આગની આ ઘટનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભાગદોડ મચી જવા પામી હતી. યાર્ડમાં રાખવામાં આવેલ 10,000 મણથી વધારે કપાસનો જથ્થો આ આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે.

આની સાથે જ ફાયર વિભાગને આગની જાણ કરી દેતા ટીમ દ્વારા માર્કેટ યાર્ડ પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી પ્રમાણે, ગઈકાલે એટલે કે, શનિવારે બપોરે 2 વાગ્યાના સુમારે મોરબીમાં આવેલ શનાળા રોડ પરનાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઉતારેલ કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી.

લોડરના જમીન સાથેના ઘર્ષણને લીધે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્લેટફોર્મ ઉપર પડેલ કપાસનો બધો જ જથ્થો આગની ઝપટમાં આવી ગયો હતો. આગ લાગી જવાની ઘટનાની જાણ થતા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, પોલીસનો કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

જો કે, ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવા છતાં હજુ પણ આગ કાબુમાં આવી ન હોવાનો તેમજ કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ જણાઈ રહ્યો છે. આમ આ ઘટનાથી ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્તીથી ઉભી થઈ છે. દિવાળીને હજુ 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યાં આ ઘટનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…