વરસાદની તોફાની બેટિંગ શરુ! દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામશે ચોમાસાની રમઝટ – હવામાન વિભાગે કરી આગાહી

290
Published on: 1:56 pm, Sun, 26 June 22

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરુઆત થઇ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને મ.ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. મોડાસા, મહેસાણા અને પાટણમાં પણ હળવો વરસાદ પડશે.

ઉલ્લેકનીય છે કે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે. તેમજ અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા સુરત, નવસારી, આહવા, ડાંગ, તાપીમાં ભારે વરસાદ રહેશે. તેમજ રાજ્યમાં હજી પણ વરસાદી ઘટ હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન વિભાગે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરી છે. જોકે, આજે કચ્છમાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ તાલુકાના કુકમા, માધાપર, કોટરા ચકાર, મોટા રેહા, નાના થરાવડા, લેર અને ભુજોડી સહિતના ગામોમાં મોડી સાંજે અડધો કલાક સુધી જોરદાર વરસાદ પડયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વરસાદના કારણે ગામના રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. ભુજમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વરસાદ શરૂ થતા જ કુકમા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગ્રામજનો કહે છે કે, લાઈટ બંધ થવાની રોજીંદી બાબત બની ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…