
વરસાદને લઈને ફરી એક વખત રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વધી છે. ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજા આરામ ફરમાવી રહ્યા છે. પરંતુ હાલ બંગાળની ખાડી માં વરસાદ સક્રિય થયો છે જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થશે. સાથે સાથે જ વરસાદને લઈને આવું વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે, એક તરફ સમગ્ર ગુજરાતમાં ફક્ત ૪૮ ટકા વરસાદની ઘટ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારી 18 અને 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.
વિભાગે માહિતી આપી છે કે, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, તાપી, ડાંગ અને સુરત શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થશે. સાથે સાથે જ બંગાળની ખાડી માં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે તેની અસર દક્ષિણ ગુજરાતમાં દેખાશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો રહેશે. સાથે સાથે જ અમુક જગ્યાએ છુટો છવાયો વરસાદ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજી પણ ગુજરાતને વરસાદ માટે રાહ જોવી પડશે.
ઓછા વરસાદને કારણે સૌથી વધુ તકલીફ નો સામનો ગુજરાતના ખેડૂતોને કરવો પડ્યો છે. મોટાભાગના ખેડૂતોને સિંચાઈમાં ઘણી તકલીફો ઊભી થઈ રહી છે, એક તરફ ખેતીનો યોગ્ય સમય થઈ ગયો છે, ને આ બાજુ પાણીની કમીના કારણે ખેડૂતોને ખેતીમાં ખૂબ જ તકલીફ પડી રહી છે.
જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોટું નિવેદન આપ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતા રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. તેઓએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ વર્ષે વરસાદ પણ ઘણો ઓછો પડયો છે અને ચોમાસાના પાણી ઉપર જ ગુજરાતની ખેતી નિર્ભર રહેશે સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ હાલ પરિસ્થિતિ નથી. આ પાછળનું કારણ જણાવતાં નીતિનભાઈ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ ડેમ ૩૦ ટકા સુધી જ ભરેલા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં મેઘરાજા ફરી એક વખત ગુજરાતમાં તાંડવ કરશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે વરસાદની કોઈ આશા જ નથી.