ગુજરાતીઓ થઇ જજો તૈયાર! 40થી 50 કિમીની ઝડપ સાથે પડશે ભારે વરસાદ – હવામાન વિભાગની મોટી આગાહી

1099
Published on: 12:11 pm, Mon, 6 June 22

તાજેતરમાં જ ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વનું અપડેટ જારી કરવામાં આવ્યું છે. કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસુ પહોંચી ગયું હતું. ત્યારે ગુજરાતમાં પણ નૈઋત્યનું વિધિવત રીતે ચોમાસુ વહેલા બેસે તેવી શક્યતા છે. લોકો ચોમાસાના આગમનની દિનરાત રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું ટૂંક સમયમાં ગુજરાતમાં પહોંચી જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળશે. એટલે કે, હવે ગરમીનું પ્રમાણ ઓછું થશે. આ સાથે જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. તેથી અમદાવાદમાં બે દિવસ ગરમી પડશે.

આ ઉપરાંત, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડશે. આ સાથે પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુકાઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસુ આજે આગળ વધ્યું છે. હાલમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારબાદ ટૂંક સમયમાં ચોમાસું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચશે.

હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અપડેટ જારી કરી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું 10 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી શકે છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવણી વરસાદને શરુ થવામાં થોડો સમય લાગી શકે છે. ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થવાની સંભાવના છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે પવનની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાત ઉપર નાનું તોફાન આવી રહ્યું છે. જેના કારણે પોરબંદર સંપ્રદાયના ખલાસીઓ તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના સમયગાળામાં દેશમાં 103 ટકા વરસાદ થવાની ધારણા છે. ચાર ટકાના તફાવત સાથે. એટલે કે, 4% વધારે કે ઓછા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં જૂનમાં સારો વરસાદ થશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે, 4 જુનના રોજ કેરળ પહોંચેલું ચોમાસું હવે કર્ણાટક પહોંચી ગયું છે. જે આગામી બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી જશે. ત્યારે જો હવામાન સાનુકૂળ રહેશે તો ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…