જાણો ગુજરાત માંથી ચોમાસું ક્યારે લેશે સત્તાવાર વિદાય? હવામાન વિભાગે આપી 100 ટકા સાચી માહિતી

515
Published on: 4:48 pm, Thu, 23 September 21

છેલ્લા ઘણા દિવસોથી વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાછોતરો વરસાદ ખેડૂતોના પાકને ખુબ નુકસાન પહોંચાડતો હોય છે કે, જેમાં ખાસ કરીને તો મગફળી, બાજરી, કઠોળ, કપાસ જેવા પાકોને વધુ નુકસાન પહોંચતું હોય છે.

બીજી તરફ વરસાદ બંધ થાય તો કેટલાક ખેડૂતો નવા પાકનું વાવેતર કરવાની પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે તમામ લોકોના મનમાં એક જ પ્રશ્ન થતો હોય છે કે, ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે? આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ કેવી રીતે નક્કી કરે છે કે ચોમાસું ક્યારે વિદાય લેશે?

ચોમાસાની વિદાય માટેના જવાબદાર માટેનાં પરિબળો:
રાજ્યનાં કોઈપણ વિસ્તારોમાં સતત 5 દિવસ વરસાદ પડવો જોઈએ નહીં. જયારે ચાલુ નોર્મલ તાપમાન કરતાં તાપમાનમાં વધારો થવો જોઈએ. આની સાથે જ તાપમાન વધારાની સાથે ભેજમાં પણ ઘટાડો થવો જોઈએ. જયારે રાજ્યનાં વિસ્તારોમાં પવન પૂર્વીય દિશાના થવા જોઈએ. આની સાથે જ સંપૂર્ણ ભારતમા પવનની દિશા બદલાતી હોવી જોઈએ.

સૌપ્રથમ ક્યાંથી ચોમાસાની વિદાય થાય?
સૌપ્રથમ ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે તેમજ સૌથી છેલ્લે ચોમાસુ રાજસ્થાનમાં પહોંચતું હોય છે ત્યારે સૌપ્રથમ ચોમાસાની વિદાય રાજસ્થાનમાંથી થતી હોય છે જયારે સૌથી છેલ્લે ચોમાસાની વિદાય કેરળમાં થાય છે. રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય થાય એટલે 10 દિવસમાં ગુજરાતના કચ્છમાંથી સૌપ્રથમ ચોમાસાની વિદાય થાય છે.

જો કે, 15 દિવસનાં આ સમયગાળામાં સંપૂર્ણ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે રાજ્યમાં કચ્છમાંથી ચોમાસાની સૌપ્રથમ વિદાય શરુ થાય બાદમાં 15 દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થતી હોય છે. સૌપ્રથમ કચ્છમાંથી બાદમાં ઊત્તર સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત બાદમાં મધ્ય-દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય છે.

જો કે, આ વર્ષ દરમિયાન હવામાન વિભાગે ચોમાસા વિદાય માટેની કોઈપણ તારીખ જાહેર કરી નથી. મધ્ય ભારત સાથે ઉત્તર ભારત તેમજ દક્ષિણ ભારતમાં પણ ચોમાસાની ગતિવિધિ વધુ એક્ટિવ રહેલી છે ત્યારે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સિસ્ટમ તેમજ અનુકૂળ વાતાવરણ બની રહ્યું હોવાને લીધે હજુ કોઇ જાહેરાત કરી નથી.

હવામાન વિભાગને ચોમાસા વિદાય માટેનાં પરિબળો જોવા મળશે ત્યારે ચોમાસા વિદાય માટેની ઓફિસિયલ તારીખ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી લઈને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ દેશમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. જયારે આ વર્ષે ચોમાસુ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વિદાય લે એવું લાગતું નથી. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…