અચાનક રસ્તા પર થયો 500-500ની નોટોનો વરસાદ, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ વિડીયો

Published on: 8:25 am, Sat, 29 October 22

આપણે ઘણીવાર લગ્નમાં લોકોને નોટો ઉડાડતા જોયા છે, પરંતુ સામાન્ય રીતે લોકો 10-20 અથવા 50-100 રૂપિયાની નોટો ઉડાવે છે. શું તમે ક્યારેય કોઈને 500 રૂપિયાની નોટનું બંડલ ઉડાડતા જોયા છે? હાલ ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હૈદરાબાદના ચારમિનારમાં એક વ્યક્તિ હવામાં નોટો ઉડાવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શોભાયાત્રા દરમિયાન એક વ્યક્તિ રાતના અંધારામાં 500 રૂપિયાની નોટ હવામાં ઉડાવી રહ્યો છે. આ દરમિયાન, ત્યાં હાજર કેટલાક લોકોએ આ વિચિત્ર ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવે છે કે હવામાં નોટો ઉડાડતા શખ્સનો આ વિડીયો એક જાનનો છે. અને વ્યક્તિએ બે અલગ-અલગ જગ્યા પર 500 રૂપિયાની નોટોના બંડલ ઉડાવી દીધા હતા. વીડિયોમાં, કાર અને મોટરસાઇકલનો કાફલો રાત્રે ગુલઝાર હૌઝ પર રોકતો જોવા મળે છે.

તે બધા કુર્તા અને શેરવાની પહેરેલા જોઈ શકાય છે. તેમાંથી એક ગુલઝાર હૌઝ ફવ્વારા તરફ ચાલે છે અને નોટોના બંડલને હવામાં ઉછાળે છે. પૈસાનો વરસાદ થઈ રહ્યો હોવાના કારણે કેટલાંક સ્થાનિક લોકો નોટો લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.

ઘટના બાદ પોલીસ ફૂટેજની સત્યતાની તપાસ કરી રહી છે. ચારમિનારના નિરીક્ષક બી ગુરુ નાયડુએ જણાવ્યું હતું કે, તે લોકોની ઓળખ માટે વિસ્તારના સર્વેલન્સ કેમેરાના ફૂટેજની ચકાસણી કરી રહ્યા છે. તેણે કહ્યું, ‘એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતર્યો, નોટો ફેંકી અને ચાલ્યો ગયો.’

સીસીટીવી કેમેરાની મદદથી અમે ઘટનાની જાણકારી મેળવી રહ્યા છીએ. ચકાસણી બાદ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ વિડિયોએ ઈન્ટરનેટ વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ઘણા લોકો તે માણસને તેના આવા વર્તન માટે ઠપકો પણ આપી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…