‘મમ્મી, હું ગેમમાં ૪૦ હજાર હારી ગયો છું’ -કહી ૧૩ વર્ષના બાળકે ગળે ફાંસો ખાધો- હચમચાવી દેનારી ઘટના

Published on: 6:23 pm, Sat, 31 July 21

હાલમાં જ એક ચોંકવનારી ઘટના સામે આવી છે. છોકરાએ ઓનલાઈન ગેમમાં ચાલીસ હજાર રૂપિયા ગુમાવતા તેમના મમ્મી ગુસ્સે થઇ ગયા હતા. જેથી છોકરાને આ વાતનું ખોટું લાગી જતા દીકરાએ રૂમમાં બારણું અંદરથી બંધ કરીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. એકના એક દીકરાએ ભરેલા આ પગલાને કારણે પરિવારજનો પણ ચોંકી ગયા હતા. માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ ઘટના બની ત્યાં રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, આઈ એમ સોરી મમ્મી, રડતા નહીં.

આ ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. છતરપુરના સાગર રોડ પર વિવેક પાંડેય તેમની પત્ની પાંડેય, દીકરા કૃષ્ણા અને દીકરી સાથે રહે છે. તેમના પિતા પેથોલોજી લેબોરેટરી ધરાવે છે. તેમના પત્ની જિલ્લા હોસ્પિટલમાં કામ કરે છે અને તેમનો દીકરો કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં ભણે છે.

શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગ્યે જયારે પેથોલોજી પર હાજર હતા અને તેમની પત્ની પ્રીતીબેન હોસ્પિટલમાં હતા. ત્યારે આ સમયે પ્રીતિબેનના બેંક ખાતામાંથી રૂપિયા 1500 કપાઈ ગયા હોય તેવો મેસેજ તેમના મોબાઈલમાં આવ્યો હતો. ત્યારે દીકરાની માતાએ ઘરે હાજર દીકરા કૃષ્ણાને ફોન કરીને પૂછ્યું કે આ પૈસા કેમ કમાઈ ગયા છે? ત્યારે તેમના પ્રતિ ઉત્તરમાં દીકરાએ જવાબ આપતા કહ્યું કે આ ઓનલાઈન ગેમના કારણે બેન્કમાંથી પૈસા કપાયા છે. જેને લીધે પ્રીતિ બેન નારાજ થઈને તેમના દીકરા પર ગુસ્સે થયા હતા.

ત્યારબાદ દીકરો તેમના રૂમમાં ચાલ્યો ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ ઘરમાં હાજર મોટી બહેને તેમની રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ દીકરીને આ અંગે પોતાના પિતાને ફોન કરીને વાત કરી અને તેમના માતા-પિતા તાત્કાલિક જ ઘરે પહોચ્યા. દરવાજો તોડીને અંદર જઈને જોયું ત્યારે અંદર તેમનો દીકરો ફંદા પર લટકતો જોવા મળ્યો હતો.

છેલ્લા કેટલાય સમયથી દીકરો ઓનલાઈન ગેમ ફરી ફાયર રમી રહ્યો હતો. આ અગાઉ તે ઘણી વખત પૈસા હારી ચુક્યો હતો. દીકરાના મોત બાદ તેમના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મેં 40 હજારૂ રૂપિયા ફ્રી ફાયર ગેમના ચક્કરમાં ગુમાવ્યા છે. સાથે જ તેમના માતા પિતાની માફી પણ માંગી હતી.