
ભારતીય વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન સ્પાઇસ-2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ઇઝરાયેલએ આ બોમ્બનું નાનું વર્ઝન સ્પાઇસ-250 લોન્ચ કર્યું છે. અને ભારતને આ બોમ્બ આપવાની ઓફર પણ કરી છે. આ બોમ્બને ઇઝરાયેલની જાણીતી હથિયાર બનાવતી કંપની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમે બનાવ્યો હતો.
ઇઝરાયેલની ડિફેન્સ કંપની રાફેલ અડવાન્સ ડિફેન્સ દ્વારા બનાવાયેલા સ્પાઇસ-2000 બોમ્બનું નાનું વર્ઝન ભારતને ઓફર કરવામાં આવ્યું હતું. આ બોમ્બનું નામ છે સ્પાઇસ-250. હવે પછી ના સમયમાં આ બોમ્બ હવાથી જમીન પર પ્રહાર કરનારો પ્રિસિજન ગાઇડેડ મ્યૂનિશન છે. એટલે કે સ્પાઇસ-250 બોમ્બને લાંબા અંતરેથી છોડવામાં આવે તો પણ તે પોતાના નિશાન પર અચૂક પ્રહાર કરે છે.
સ્પાઇસ-250 બોમ્બનો ઉપયોગ અત્યારે ઇઝરાયેલની એરફોર્સ કરી રહી છે. ઘણા રિપોર્ટ એવા પણ છે કે ગાઝા પટ્ટી પર તાજેતરમાં ઇઝરાયેલી વાયુસેનાએ કરેલા હવાઇ હુમલામાં આ બોમ્બનો ઉપયોગ કરાયો હતો. જો કે ઇઝરાયેલએ સત્તાવાર રીતે આ બોમ્બના ઉપયોગની પુષ્ટી કરી નથી.
આ બોમ્બથી માત્ર જમીન જ નહીં પરંતુ સમુદ્રમાં પણ દુશ્મને નિશાન બનાવી શકાય છે. નાના અને હળવા વજનવાળા આ બોમ્બને તેજસ જેવા હળવા વિમાનમાં સરળતાથી જોડી શકાય છે. આ બોમ્બને યુદ્ધ વિમાનના સામાન્ય હોર્ડ પોઇન્ટ ઉપરાંત સ્માર્ટ ક્વાડ રેંક પર પણ લગાવી શકાય છે.
પ્રત્યેક એસક્યૂઆર ચાર સ્પાઇસ-250 બોમ્બને લઇ જઇ શકે છે. આ બોમ્બ 150 કિલોમીટર દૂર સ્થિત પોતાના દૂશ્મનને સહેલાઇથી મારી શકે છે. આ બોમ્બમાં ટર્બોજેટ એન્જિન લાગેલું છે. જે જેપી-8-10 ફ્યૂલ સિસ્ટમથી તાકાત મેળવે છે. 112 કિલોગ્રામના બોમ્બમાં 7૪ કિલોગ્રામ સુધી હાઇ એક્સપ્લોઝિવ વોરહેડ લાગેલો હોય છે.