ચુંટણી પહેલા ખેડૂતોને મનાવવા મોદી સરકારે બનાવ્યો માસ્ટરમાઈન્ડ પ્લાન- જાણો શું છે રણનીતિ?

Published on: 11:34 am, Tue, 3 August 21

મોદી સરકાર અવારનવાર ખેડૂતોને આર્થિક સહાય કરતી રહેતી હોય છે. પાક નુકશાન સામે વળતર આપે છે તેમજ અનેક્વુંધ રીતે ખેડૂતોને મદદરૂપ બને છે ત્યારે હાલમાં ખેડૂતો માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. થોડા સમય બાદ ચુંટણી આવી રહી છે.

ચૂંટણીમાં થતું નુકશાન અટકાવવા માટે સરકાર સક્રિય: 
આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન થવાનું છે તથા હાલમા ખેડૂત આંદોલન પર ચરમસીમાએ ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોને મનાવવા જરુરી હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા આ રકમ રિલિઝ કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચૂંટણીમાં થતા નુકશાનમાંથી બચવા માટે પીએમ કિસાન સમ્માન નિધિનો આગામી હપ્તો એટલે કે, કુલ 19000 કરોડ રુપિયા 9 મી ઓગસ્ટે જારી કરવાની તૈયારીમાં રહેલી છે.

9 ઓગસ્ટે લાભાર્થીના ખાતામાં પૈસા જમા થવાની શક્યતા:
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની આગેવાનીમાં 9 ઓગસ્ટનાં રોજ એક જ વખતે બધા લાભાર્થીઓને આ રકમ ટ્રાન્સફર કરવાની યોજના ચાલી રહી છે. અંતિમ હપ્તો 14 મે ના રોજ આપવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત કુલ 9.5 કરોડ લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાવવાના છે.

કિસાન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રુપિયા આપે છે:
કેન્દ્ર સરકાર દ્વારા ‘કિસાન સમ્માન નિધિ યોજના’ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રુપિયા આપવામાં આવે છે. આની સાથે જ 2-2 હજારના 3 હપ્તાનાં આ પૈસા ખેડૂતોના ખાતામાં સીધી રીતે જમા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હપ્તા મળી ચૂક્યા છે તેમજ 9 મો હપ્તો ટૂંક જ સમયમાં જારી કરવામાં આવશે.