ખેડૂતોનાં હિતને ધ્યાનમાં લઈ મોદી સરકારે કર્યું મોટું એલાન- દેશના સેકંડો ખેડૂતભાઈઓને મફતમાં મળશે…

116
Published on: 2:28 pm, Wed, 13 October 21

મોદી સરકાર દ્વારા અવારનવાર કેટલીક આર્થિક સહાય ખેડૂતભાઈઓને અપાતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક નવીનત્તમ યોજનાને લઈ જાણકારી સામે આવી છે. ખેડૂતોની આવક તેમજ તેલીબિયાંના પાક ઉત્પાદનમાં વધારો કરવાને લઈ નિર્ણય લીધો છે.

દેશના 15 જેટલા રાજ્યોના કરોડો ખેડૂતભાઈઓને હવેથી 8 લાખથી વધુ સરસવના બીજ કિટ્સ ફ્રીમાં વહેચવાનો નિર્ણય લેવાયો છે. દેશના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીગઢ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ત્રિપુરા, આસામ, અરૂણાચલ પ્રદેશ અને ઓડિશાના અનેકવિધ જિલ્લામાં બીજની કિટ હવે વહેચાશે.

આપને જણાવી દઈએ કે, મોદી સરકાર દ્વારા આની માટે કુલ 1066.76 લાખ રૂપિયા ફાળવી દેવાયા છે. ગયા સોમવારે જ તેની શુભ શરૂઆત પણ થઈ ચુકી છે. દેશના ક઼ૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મધ્ય પ્રદેશમાં આવ્ર્લ મુરૈના તથા શોયપુર જિલ્લાથી આની શરૂઆત કરી છે.

આપને જણાવી દઈએ કે, મોદી સરકારે આ કાર્યક્રમ રાષ્ટ્રીય ખાદ્ધ-સુરક્ષા મિશન- ઓઈલ શીડ તથા ઓઈલ પામ યોજના અંતર્ગત શરૂ કર્યું છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો રહેલો છે તેમજ તેલિબિયાંના પાકને પ્રોત્સાહન આપવાનો છે. દેશના 340 જિલ્લાઓને આની માટે પસંદ કરાયા છે.

ખેડૂતોને લઈ મોદી સરકારે કર્યું મોટુ એલાન:
આ શુભ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર જણાવે છે કે, દેશના પ્રમુખ સરસવ ઉત્પાદક રાજ્યો માટે સુક્ષ્મસ્તરીય યોજના પછી આ વર્ષ દરમિયાન રેપસીડ તથા સરસો કાર્યક્રમના બીજ મિનીકિટ વિતરણ કાર્યાન્વિત કરવાની પરવાનગી આપી દેવાઈ છે.

15 જેટલા રાજ્યોના 343 ચિન્હિત જિલ્લાઓમાં વિતરણ માટે 8,20,600 વીજ મિનીકિટ વિતરણ કાર્યાન્વિત કરવાને પરવાનગી અપાઈ છે. 15 જેટલા રાજ્યોના 343 ચિન્હિત જિલ્લાઓમાં વિતરણ માટે કુલ 8,20,600 વીજ મિનીકિટ કે, જેમાં 20 ક્વિંટલ પ્રતિ હેક્ટરથી વધુ ઉત્પાદકતાની ઉચ્ચ ઉપજ આપતા બીજ સામેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…