રસોડામાં કરેલી આટલી ભૂલો બરબાદ કરી નાખશે જીવન- જાણી લો નહીતર…

97
Published on: 12:12 pm, Tue, 16 November 21

આપણું જીવન જેટલું સાદું તથા સરળ હશે એટલા જ આપણે અનેક રોગોથી બચીને રહી શકીશું. સ્વસ્થ જીવન જીવવા  માટે ખુબ સારું તેમજ પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો ખૂબ જ જરૂરી બન્યો છે પરંતુ શું તમે જાણો છો કે, જે રીતે ખાનપાનની ખરાબ આદતો તથા આપણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે એના પર પણ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

હાલમાં ફાસ્ટ કૂકિંગ રૂટીન લાઈફનો ભાગ બની ગઈ છે. જેમાં કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે, જે ધીમે-ધીમે આપણને રોગો તરફ ધકેલી રહી છે. તો જાણી લો તમારા રસોડામાં રહેલ એવી વસ્તુઓ અંગે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.

આ વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો:
ખાંડનો વધારે પડતો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક છે. જેનાથી મેદસ્વિતા સહિત હાર્ટ ડિસીઝ, હાડકાંઓની સમસ્યા તેમજ દાંતના પણ રોગો થઈ શકે છે. બહારની મીઠાઈ ખાવાથી પણ અનેક સમસ્યાઓ જન્મ લેતી હોય છે. સામાન્ય લોટને બદલે રિફાઈન્ડ લોટનો ઉપયોગ વધતાં શરીરને નુકસાન પહોંચાડે છે.

કૂકરનો ઉપયોગ આજકાલ બધાંના ઘરમાં કરવામાં આવતો હોય છે. કારણ કે, તેમાં હાઈ પ્રેશર પર ખોરાક પકાવવામાં આવતો હોય છે કે, જેને લીધે એના કેટલાક પોષક તત્વો પણ નષ્ટ થઈ જતા હોય છે. આવા સમયમાં કેટલાક વસ્તુઓ ખાવાના લાભ થતાં નથી.

એલ્યૂમિનિયમના વાસણોમાં ભોજન પકાવવું જોઈએ નહીં કે, જેથી એમાં રહેલ કેમિકલ ભોજનમાં ભળી જાય છે તેમજ તે શરીરમાં જઈને કેટલાક ઘાતક રોગો પેદા કરી શકે છે. જેમ કે, લીવર તેમજ કિડનીની સમસ્યા તથા કેન્સર સહિતના રોગો થાય છે. પ્લાસ્ટિકના વાસણો તેમજ પાણીની બોટલોનો ઉપયોગ પણ વધી ગયો છે.

આજકાલ લોકોના ઘરમાં માઈક્રોવેવ પણ હોય જ છે પરંતુ એમાંથી બહાર નીકળતું રેડિએશન ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. સાથે-સાથે જ તેમાં પકાવેલા અથવા ગરમ કરેલાં ભોજનના પોષક તત્વો ખુબ ઓછાં થઈ જાય છે. ઘરમાં પ્રિઝર્વેટિવ્સ, પેકેજ્ડ તથા રેડી ટૂ ઈટ વસ્તુઓ ખાવાનું ચલણ વધતું જઈ રહ્યું છે.

હાલમાં મોટાભાગના લોકો ભોજનને ખુબ લાંબા સમય સુધી ખરાબ થતાં બચાવવા માટે ફ્રિઝમાં મૂકી દેતા હોય છે તેમજ બાદમાં આ વાસી ખોરાક ખાતા હોય છે. શું તમે જાણો છો કે, ફ્રિઝમાં રહેલ ફ્લોરો કાર્બન ગેસને લીધે ભોજન દૂષિત થઈ જાય છે તેમજ ઈનાથી શરીર પર ખરાબ અસર પહોંચે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…