આર્થિક રીતે પછાત પરિવારના ચારેય ભાઈ બહેનો બન્યા IAS-IPS અધિકારી- દેશનું નામ કર્યું રોશન

182
Published on: 6:40 pm, Wed, 15 September 21

શું તમે એક પરિવારમાં ચાર-ચાર IAS- IPS અધિકારીઓની કલ્પના કરી શકો છો? અમને આશા રહેલી છે કે, આ આપણા મનમાં માત્ર એક કલ્પના છે પરંતુ આ વાસ્તવિકતામાં થયું છે. ઉત્તર પ્રદેશમાં એક પરિવાર છે કે, જેમાં રહેતા ચાર ભાઈ -બહેનો અધિકારી છે. ચાલો તેના વિશે જાણીએ.

આ વાર્તા ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના મિશ્રા પરિવારની છે કે, જ્યાં પરિવારના ચારેય ભાઈ-બહેનોએ ચાર જ વર્ષમાં માત્ર UPSC CSE ની પરીક્ષા પાસ કરી નથી પણ IAS- IPS અધિકારી પણ બની ગયા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા મિશ્રા પરિવારના વડા અનિલ મિશ્રા તેમની પત્ની સાથે બે રૂમના મકાનમાં રહેતા હતા.

તેને  હાલમાં 4 બાળકો છે કે, જેમાં બે દીકરા અને બે દીકરીઓ સામેલ છે. જેમના નામ યોગેશ, લોકેશ, માધવી અને ક્ષમા છે. અનિલ મિશ્રા ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે કામ કરતા હતા. નાનપણથી જ તેની ઈચ્છા હતી કે, તેના ચારેય બાળકો મોટા થઈને નામ રોશન કરે. શરૂઆતથી જ તેમણે બાળકોના શિક્ષણમાં કોઈપણ પ્રકારની તંગી રહેવા દીધી ન હતી, જ્યારે બાળકો પણ શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા.

બધા બાળકો અભ્યાસમાં સારા હતા, જેથી મોટા દીકરા યોગેશે સિવિલ સર્વિસની તૈયારી કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ બીજા ભાઈ -બહેનોએ પણ મોટા ભાઈની જેમ તૈયારી શરૂ કરી હતી. યોગેશ મિશ્રા 4 ભાઈ -બહેનોમાં સૌથી મોટા છે કે, જેમને વર્ષ 2013 માં રિઝર્વ લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યા હતા.

આ મુશ્કેલ પરિક્ષામાં પાસ થનાર તે તેના પરિવારનો સૌપ્રથમ વ્યક્તિ બન્યો હતો. જ્યારે યોગેશે પરીક્ષા પાસ કરી ત્યારે ત્રણેય ભાઈ -બહેન તેમનાથી પ્રેરિત હતા. જે બાદ તેણે પણ પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે, યોગેશ મિશ્રા IAS ઓફિસર છે.

તેઓ કોલકાતામાં નેશનલ કેનન અને બુલેટ મેન્યુફેક્ચરિંગમાં વહીવટી અધિકારી રહ્યા છે. યોગેશ પછી તેની બહેન માધવી બીજા નંબર પર રહ્યા છે કે, જેણે વર્ષ 2014 માં UPSC ની પરીક્ષા પાસ કરી હતી. જયારે તેનો 62 મો ક્રમ આવ્યો હતો.

યોગેશના નાના ભાઈ લોકેશે પણ UPSC CSE 2014 માં અનામતની યાદીમાં પોતાનું નામ મેળવ્યું હતું. જે પછી તેણે વધુ એક વખત પરીક્ષા આપવાનું નક્કી કર્યું. લોકેશે મુખ્ય પરીક્ષામાં વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર પસંદ કર્યું હતું કારણ કે, તેના મોટા ભાઈ યોગેશે પણ આ જ વિષયની પસંદગી કરી હતી.

ચોથા નંબરે ક્ષમા આવે છે, જેણે વર્ષ 2015 માં UPSC ની પરીક્ષા પાસ કરી હતી. તેમનો 172 મો ક્રમ આવ્યો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2015 મિશ્રા પરિવાર માટે ખૂબ જ અદ્ભુત હતું, કારણ કે તે જ વર્ષે ઘરના બંને બાળકોના નામ UPSC CSE ની યાદીમાં હતા. ક્ષમાની 2015 માં ડેપ્યુટી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તે તેનાથી સંતુષ્ટ ન હતી, ત્યારબાદ તેણે 2016 માં ફરી પરીક્ષા આપવાનું વિચાર્યું. જે બાદ તે IPS બની.

તમામ બાળકોની સફળતામાં તેમના માતા -પિતાનો મોટો ફાળો છે. બહેને કહ્યું હતું કે આપણા બધા ભાઈ -બહેનોમાં એક વર્ષનો તફાવત છે. ત્યાં અમે બે ઓરડાના મકાનમાં રહેતા હતા. જેના કારણે ભણવું ખૂબ જ મુશ્કેલ હતું. જોકે અમે બધાએ અભ્યાસ અને અન્ય બાબતોમાં એકબીજાને મદદ કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…