
ગુજરાત: નવરાત્રિ (Navratri) ના પાવન પર્વ પર અમદાવાદ (Ahmedabad) ના એક પરિવારમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા કુતુહલ સર્જાયુ હતું. શહેર (City) માં આવેલ નવાવાડજ વિસ્તાર (Navavadj area) માં આવેલ શ્રી આરાસુરી સોસાયટી (Arasuri Society) માં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી.
છેલ્લા 30 વર્ષથી શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ તેમજ તેમના ધર્મપત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના છેલ્લા દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કામિનીબેનના ઘરે તેમના ઘરમંદિર નજીક કુંકુવાળા 9 પગલાં દેખાતા આજુબાજુના લોકોના ટોળેટોળા દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
નવરાત્રીના 9 મા દિવસની રાત્રે ગરબો વળાવીને કામિનીબેન સૂઈ ગયા હતા તેમજ સવારમાં જ્યારે ચિરાગભાઈ જાગ્યા ત્યારે ઘરના મંદિર નજીક કંકુવાળા પગલાં જોવા મળતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કંકુવાળા પગલાં જોતા જ ચિરાગભાઈએ તેમના પત્નીને બોલાવીને કંકુ ઢોળાયા વિશે પૂછ્યું ત્યારે એમણે ના પાડી દીધી હતી.
આ સમયે પાડોશમાં રહેતા બેનને બોલાવતા માતાજી બાળ પગલાં હોવાનું જણાવ્યું હતું. ચિરાગભાઈએ તુરંત જ ડભોળાના મહારાજને વીડિયો કોલ કરીને કંકુવાળા 9 બાળ પગલાં તેમના મંદિર નજીક જોવા મળી રહ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. આ સમયે મહારાજે કહ્યું હતું કે, માતાજીની આપને ત્યાં પધરામણી થઈ છે, એક દિવસ સુધી લોકોને દર્શન કરવા દો.
કામિનીબેનના ઘરે ડભોળાના મહારાજ દ્વારા મંદિરમાં જુદા -જુદા દેવી-દેવતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. કામિનીબેને આ ચમત્કાર અંગે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી અપાર શ્રદ્ધા સાથે માતાજીની પૂજા-અર્ચના કરું છું. આ વખતે જ્યારે અંતિમ દિન હતો કે, ત્યારે માતાજીને પ્રાર્થના કરી હતી કે, સ્વપ્નમાં અમને દર્શન આપો.
ચિરાગભાઈ એડવોકેટ છે. તેમણે કહ્યું હતું કે, ડભોળાવાળા મહારાજે એક દિવસ કંકુવાળા માતાજીના બાળ પગલાં લોકોને દર્શન માટે રાખવા જણાવ્યું હતું. શનિવારની સવારમાં 7.30 થી 9.30 વચ્ચેના મુહૂર્તમાં કંકુ ડબ્બીમાં રાખીને સફાઈ કરવા માટે કહ્યું હતું. ચિરાગભાઈએ પોતે કંકુવાળા માતાજીના બાળ પગલાં હોવાના તેમના ઘરના મંદિર પાસે પડ્યા હોવા અંગેના વીડિયો શેર કર્યા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…