દ્વારિકામાં સર્જાયો ચમત્કાર: આકાશમાં વાદળ સ્વરૂપમાં દ્વારિકાધીશે આપ્યા દર્શન – લખો “જય દ્વારિકાધીશ”

Published on: 5:24 pm, Wed, 29 June 22

ઘણી વાર ભગવાનના ચમત્કારો સામે આવતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સૌ કોઈ ભગવાન શ્રી કૃષ્ણ વિષે જાણે જ છે. તેમજ તેમના ધામ દ્વારિકામાં હજારો લાખો ભક્તો દ્વારિકાધીશના આશીર્વાદ લેવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે ભક્તોની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના દ્વારિકામાં એક ચમત્કાર જોવા મળ્યો છે. જેમાં આકાશમાં વાદળોની વચ્ચે દ્વારિકાધીશની પ્રતિકૃતિ જોવા મળી છે. જેને જોઇને લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ગત વર્ષે ચોમાસા દરમિયાન દ્વારિકા મંદિર પર વીજળી પડી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. વીજળી પડવાને કારણે મંદિરની ધજા ફાટી ગઈ હતી. તદુપરાંત ધ્વજ દંડની પાટલીના પણ બે કટકા થઇ ગયા હતા. પરંતુ મંદિરને હાનિ ન પહોંચતા લોકો એવું કહી રહ્યા હતા કે ભગવાન દ્વારિકાધીશે વીજળીને પોતાનામાં સમાવી લીધી હતી. આ ઘટનાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી.

આ ઉપરાંત દ્વારિકામાં ફરી એકવાર ચમત્કાર જોવા મળ્યો છે. જેમાં આકાશમાં વાદળાંઓની વચ્ચે દ્વારિકાધીશની પ્રતિકૃતિ દેખાઈ છે. જે જોઈને લોકો કહી રહ્યા છે કે સ્વયં દ્વારિકાધીશે વાદળ સ્વરૂપમાં દર્શન આપ્યા છે. સ્વયં દ્વારિકાધીશ દર્શન આપતા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. આ ઘટનાને પણ લોકો ભગવાન દ્વારકાધીશનો સાક્ષાત ચમત્કાર જ ગણી રહ્યા છે. જે જોઇને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. એવું લાગે છે કે સ્વયં દ્વારિકાધીશ તેમના ભક્તોને દર્શન આપવા આવ્યા છે. વાદળમાં ભગવાન દ્વારકાધીશ દેખાતા જ આસપાસના ગામોમાં અને લોકોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કુતુહલ જોવા મળ્યું હતું. દ્વારિકાધીશની પ્રતિકૃતિ દેખાતા લોકોએ દર્શન કર્યા અને પોતાના મોબાઈલની અંદર આ તસવીર ખેંચી લીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…