ગુજરાતમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી – જાણો નૈઋત્યનું ચોમાસુ કેટલે પહોંચ્યું?

258
Published on: 12:37 pm, Sat, 4 June 22

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. આ સિવાય ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક આપશે. જૂન મહિનામાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે 29મી મેના રોજ કેરળ પહોંચી ગયું છે. કેરળમાં વરસાદ પછી સામાન્ય રીતે મુંબઈ અને પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે. આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે. ગુજરાતમાં દર વર્ષે 15મી જૂનની આસપાસ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 10 જૂન સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂનની આસપાસ સારો વરસાદ પડશે. જુલાઈ અને ઓગસ્ટની શરૂઆતમાં પણ સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ પડશે.

અંબાલાલના કહેવા અનુસાર, લા નીનો ન્યુટલમાં સારો વરસાદ રહ્યો છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 ઈંચ વરસાદ પડવાની ધારણા છે. દક્ષિણ વિસ્તારમાં 80 થી 100 ઈંચ વરસાદની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 30 ઈંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 32 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.

જાણવા મળ્યું છે કે, જૂન મહિનામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત થશે. ચોમાસુ 1 જૂનથી બેસશે જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 2 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. સમગ્ર દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…