મેઘરાજા ગુજરાતમાં ફરી બોલાવશે ધડબડાટી, જાણો વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

229
Published on: 10:52 am, Mon, 20 September 21

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ માઝા મૂકી છે ત્યારે હાલમાં ફરી એકવખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી લઈને અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

અવારનવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં ફરી એકવાર ગુજ્રરાતમાં પણ આવા જ અનરાધાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદ ફરી વરસાદનું જોર વધી શકે છે. ખુબ સારા વરસાદને લીધે હવે પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે.

રાજ્યના આ જિલ્લાઓમાં પડી શકે છે અતિભારે વરસાદ:
વરસાદ પાછો ખેંચાતા સમગ્ર રાજ્યમાં પીવાના તથા ખેડૂતોના સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાઈ હતી. જો કે, હવે વરસાદને લીધે ચેડડેમોમાં પાણીની આવક થવ પામી છે ત્યારે ચેકડેમ ઓવરફ્લો થતા હવે પીવાના તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે. હજુ પણ રાજ્યમાં 18% જેટલા વરસાદની અછત જોવા મળી રહી છે. આ ઘટ ચાલુ માસમાં પુરી થઈ જશે એવું જણાઈ રહ્યું છે.

હવામાન વિભાગની ફરી વરસાદની આગાહી: 
હવામાન વિભાગે ઉત્તર  ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરી છે તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા સારા વરસાદને કારણે  નદી, તળાવો અને ડેમોમાં પાણીના સારી આવક થઈ છે એકલા સૌરાષ્ટ્રમાં જ 24 કલાકમાં 13 ડેમમાં અડધાથી લઈ 3 ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે તો સૌરાષ્ટ્રના ભાદર-2, આજી-3, ન્યારી-3 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 81 માંથી 39 ડેમ છલકાઈ ગયા છે જ્યારે સૌથી મોટો ભાદર ડેમ છલકાવવામાં 1.80 ફુટ બાકી છે.

મેઘરાજા ફરી ગુજરાતમાં બોલાવશે ધડબડાટી
હવામાન વિભાગે જણાવ્યું છે કે લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે 20 થી 22 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે સવારથી મહેસાણાના ઊંઝામાં સવારથી ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આ તરફ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન હળવો થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…