ગુજરાતમાં આ તારીખથી આવશે હવામાન પલટો – જાણો મેઘરાજા ક્યારે લેશે વિદાય 

181
Published on: 1:40 pm, Sun, 28 August 22

રાજ્યમાં ચોમાસાની શરુવાતથી જ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે. હવામાન આગાહીકાર અંબાલાલ વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમા હજુ વરસાદ ગયો નથી. રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વધુ એકવાર ચોમાસાનો રાઉન્ડ આવશે.

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્ત ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારો હજુ પણ બેટની સ્થિતિમાં જ છે અને વાવ તાલુકાના સેંકડો ગામડાઓ પાણીમાં ગરકાવ છે. વરસાદ બંધ થયાને એક અઠવાડિયું થઇ ગયું પરંતુ હજુ સુધી વાવ તાલુકાના કેટલાક ગામડાઓ પાણીમાં જ છે

ક્યારે વિદાય લેશે ચોમાસુ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પાછું ખેંચાવાના તબક્કામાં પ્રવેશવાની શક્યતા છે. જે સમાન્ય તિથિથી લગભગ એક પખવાડિયા પહેલા હશે. હવામાન વિભાગ દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછું ખેંચાવાની સામાન્ય તારીખ 17 સપ્ટેમ્બર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…