જુઓ કેવી રીતે અંધ હોવા છતાં પોતાની આવડતથી સુરેન્દ્રનગરનો આ પરિવાર ખેતી દ્વારા ચલાવે છે ગુજરાન

168
Published on: 12:25 pm, Mon, 11 October 21

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ શિરવાણિયા ગામમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ પરિવારમાં સંતાનો પણ પ્રજ્ઞાચક્ષુ જન્મ લે છે. પરિવારના 8 સભ્ય પ્રજ્ઞાચક્ષુ છે. દૃષ્ટિહીન માતા તેમજ દીકરી ખેતી કરીને સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે. શિરવાણિયાની ઓઘાવાળી સીમમાં રહેતા બીજલભાઈ પોલાભાઈ શેખ તેમજ તેમનાં પત્ની આસુબહેન, બંને પ્રજ્ઞાચક્ષુ છે.

તેમના દીકરા હીરાભાઈ તેમજ દીકરી જુગલબહેન પણ અંધ છે. બીજલભાઈનો ખેતી તથા ઑઇલ મશીન રીપેરિંગનો વ્યવસાય હતો કે, જ્યારે આસુબહેન રસોઈ તથા ખેતીકામ કરીને જીવન પસાર કરી રહ્યા હતાં. અચાનક ઘરના મોભી બીજલભાઈનું સર્પદંશથી મોત નીપજતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

પરિવાર હિંમત ન હાર્યો અને અંધ વિધાલયમાં અભ્યાસ કરીને હીરાભાઈ શિક્ષક બન્યા હતા. પ્રજ્ઞાચક્ષુ યુવતીની સાથે લગ્ન કર્યા પછી તેને ત્યાં દીકરા વિશાંતનો જન્મ થયો હતો પણ તે હજુ પણ અંધ છે. શિરવાણીયા ગામમાં રહેતા વયોવૃદ્ધ આસુબહેન તથા જુગલબહેન જાતે જ રસોઈ બનાવે છે.

જુગલબહેનનાં 3 સંતાન પણ અંધ છે. જુગલબહેને પણ દીકરા રમેશને અભ્યાસ અર્થે અમદાવાદ તથા દીકરી નીતાને રાજકોટ મોકલ્યાં છે. જુગલબહેન જણાવે છે કે, બીજલભાઈના પશુના ઘાસચારો લઇ આવતા અકસ્માત સર્જાતા પગનો ગોળો ખસી ગયો હતો તેમજ 30,000 થી વધુ ખર્ચ થયો હતો.

જયારે સરકારી સહાય વિના 14 વીધા જમીન વેચીને સારવાર કરાવી રહી હતી. આંખના સર્જન ડૉ. જયેશ વસેટિયનના મતે જોઈએ તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની ફક્ત આંખમાં ખરાબી હોવાને લીધે તેમનાં સંતાનો પણ પ્રજ્ઞાચક્ષુ જન્મે એવું બનતું હોતું નથી.

રંગસૂત્રની ખામી હોવાથી પરિવારમાં અંધ સંતાનો જન્મી શકે:
‘અંધ માતા-પિતાના જનીન અથવા તો રંગસૂત્રમાં ખામી હોય તો સંતાનો અંધ જન્મી શકે તેમજ વારસાગત પણ અંધત્વ આવી શકે છે. આવા 10મ,000 કેસએક જોવા મળે છે. કુટુંબમાં જ લગ્ન કરવાનો તેમજ સગોત્રી લગ્નનો રિવાજ ધરાવતા સમાજમાં આવા કિસ્સાનું પ્રમાણ જોવા મળતું હોય છે. લગ્ન કર્યા પહેલાં યુવક-યુવતી રંગસૂત્રની ચકાસણી કરાવવામાં આવે તો પારિવારિક અંધત્વ દૂર કરી શકાય છે એવું ડૉ. પાર્થ રાણા જણાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…