સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આજે વહેલી સવારથી જ મહેસાણા જિલ્લાના અનેકવિધ વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારમાં ઝાપટાં સાથે વરસાદ વરસી રહ્યો છે. આની સાથે જ ઊંઝા તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ફક્ત 4 કલાકમાં પોણાબે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
આની સાથે-સાથે જ પાણી વરસાવતાં કેલ્તિક જગ્યાએ પાણી ભરાઇ ગયાં છે. ઊંઝામાં આવેલ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહીને લઈ સમાચાર સામે આવતા હોય છે.
મહેસાણા જિલ્લામાં આવેલ વીસનગર તથા ઊંઝા સહિતના તાલુકામાં આજે વહેલી સવારથી જ હવામાનમાં એકાએક પલટો આવતા મેઘરાજાએ ગાજવીજ સાથે સ્નેહ વરસાવતાં વિસનગર, ઊંઝા તથા મહેસાણાના અમુક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઊંઝા તાલુકામાં અતિભારે વરસાદ વરસતા તાલુકામાં આવેલ ઐઠોર, મહેરવાડા, મકતુંપુર તથા ઉનાવા સહિતના ગામડામાં અતિભારે વરસાદ પડ્યો છે.
અતિભારે વરસાદને કારણે ઉંઝા બસ સ્ટોપમાં પાણી ફરી વળ્યાં:
ઊંઝામાં ફક્ત 4 જ કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરનાં બસ સ્ટોપમાં પાણી ફરી વળ્યાં હતા. શહેરમાં આવેલ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
વિસનગરમાં પણ મહેસાણા ચોકડીથી લઈને પાલડી ત્રણ રસ્તા સુધી હાઇવે પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આની સાથે-સાથે આઈટીઆઈ, ગુરુકુળ રોડ, શ્રીનાથ જનતા નગરમાં પાણી ફરી વળ્યાં હતા. આમ, અનરાધાર મેઘમહેરની શરુઆત થઈ ચુકી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…