હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરી છે. જેના લીધે છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે રાત્રે દક્ષિણ ગુજરાતના ભરૂચમાં અને આજે સવારે પડેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં વાહનો પણ પાણીમાં તણાતા જોવા મળ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં રાજુલા તાલુકામાં પશુઓ પાણીમાં તણાયા હોવાનું સામે આવ્યું છે.
ભરૂચનાં ભયાનક દૃશ્યો:7 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, ઘરો- દુકાનોનો પહેલો માળ પાણીમાં ડૂબ્યો #ભરૂચ #varsad #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo #shop pic.twitter.com/ix3g29j2Jc
— Trishul News (@TrishulNews) September 29, 2021
મુશળધાર વરસાદ ભરુચ શહેરમાં પડી રહ્યો છે. જેના કારણે શહેરના લિંક રોડ પર આવેલી અયોધ્યા નગર સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. તો ઈન્દિરાનગરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ઇન્દિરા નગરમાં લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોવાની માહિતી મળી છે. અહીં લોકોના ઘરોમાં કેડ સુધી પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું છે. તેવામાં શહેરના ફૂરજા વિસ્તારમાં રોડ પર નદીઓ વહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ભરૂચમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલીના રાજુલામાં ચાર કલાકમાં સવા બે ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદ , નવસારીના ગણદેવીમાં બે ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં હાંસોટ- 5.5 ઇંચ, અંકલેશ્વર- 4 ઇંચ, વાલિયા- 4 ઇંચ, વાગરા- 4 ઇંચ, ભરૂચ- 3.5 ઇંચ, ઝઘડિયા- 3 ઇંચ, નેત્રંગ- 3 ઇંચ, જંબુસર- 2 ઇંચ, જંબુસર- 1.5 ઇંચં વરસાદ વરસી ચુક્યો છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે સારો વરસાદ વરસ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. અમરેલીના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
જેના કારણે ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. આ પૂરમાં કેટલાક રખડતા પશુઓ તણાયા હોવાનો વીડિયો પણ નજરે ચડ્યો છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં સારા વરસાદને કારણે વડિયાનો સુરવો ડેમ છલકાયો છે. સુરવો ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમના બે દરવાજા 2-2 ફૂટ ખોલ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…