ઊંચા પગારની નોકરી છોડી તો ગામલોકોએ મેણા-ટોણા સંભળાવ્યા, આજે આ યુવાન ખેતીમાંથી કરી રહ્યો છે લાખોની કમાણી

Published on: 10:27 am, Sun, 27 November 22

‘મેરે દેશ કિ ધરતી સોના ઉગલે, ઉગલે હીરે-મોતી’ આ ગીત આજનાં દિવસોમાં કૃષિક્ષેત્રે સાર્થક થઈ રહ્યું છે. કૃષિ હવે એક ઉદ્યોગ બની રહ્યો છે કે, જે ખેતી એક સમયે માત્ર પેટ ભરવા માટે અનાજ ઉત્પન્ન કરતી હતી, આજે લોકો તે જ ખેતરોમાં આવકની કમાણી કરી રહ્યા છે. આપણી સામે સેંકડો કે હજારો ઉદાહરણો હોય છે કે, જેમાં માત્ર ખેડૂતો જ નહીં, પણ યુવાનો વિદેશમાં અથવા મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરીઓ છોડીને મહિને લાખો રૂપિયાના પેકેજો સાથે ખેતીમાં સફળતા મેળવ રહ્યા છે.

મેરઠના પ્રગતિશીલ ખેડૂત અજય ત્યાગી પણ તે યુવાનોમાંના એક છે કે, જેઓ સફળ રીતે ખેતી કરીને સુંદર કમાણી કરી રહ્યા છે ફક્ત એટલું જ નહીં, પરંતુ અન્ય ખેડૂતોને ખેતીમાંથી સફળતાનો મંત્ર પણ જણાવી રહ્યા છે. ખેતી કરતા પહેલા, અજય ત્યાગી છેલ્લા 16 વર્ષથી ગુરુગ્રામ સ્થિત પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય કંપની IBM માં કામ કરતા હતા.

IBM માં કામ કરતી વખતે, તેમણે પોતાની મહેનતના આધારે અલગ સ્થાન હાંસલ કર્યું હતું. અજય પોતાની સફળતાનો ખૂબ આનંદ માણી રહ્યો હતો. અજય જણાવે છે કે, તેણે MCA કર્યું અને એક સારી કંપનીમાં તેની કારકિર્દી શરૂ કરી હતી. જે સતત આગળ વધી રહ્યો હતો, પરંતુ કંઈક એવું હતું જે તેને પાછું પકડી રહ્યું હતું.

આખરે તે નોકરી છોડીને ગામ તરફ પાછો ગયો હતો. અજયનો ઉછેર મેરઠ શહેરમાં થયો હતો. ગામના ખેડૂત પરિવારને અન્ય લોકો સંભાળતા હતા. જ્યારે તેણે તેના પરિવારને નોકરી છોડીને ખેતીકામ હાથ ધરવાના તેના નિર્ણય વિશે જણાવ્યું, ત્યારે પરિવાર ખૂબ ગુસ્સે થયો હતો.

અજયે જણાવ્યું કે, તેમની નોકરી દરમિયાન તેઓ પ્રગતિશીલ ખેડૂતો અને સરકારની કૃષિને પ્રોત્સાહિત કરવા માટેની યોજનાઓ વિશે વાંચતા હતા. જેથી તેણે પોતાની નોકરી છોડીને કૃષિ ક્ષેત્રે કંઈક નવું કરવાનું નક્કી કર્યું હતું. ખેતરમાં ઉતરતા પહેલા અજયે ખેતી વિશે અભ્યાસ કર્યો હતો.કૃષિ વૈજ્ઞાનિકો તથા પ્રગતિશીલ ખેડૂતો સાથે લાંબી બેઠકો કર્યા.

કંપની બનાવીને ખેતી શરૂ કરી:
અજયે જણાવ્યું હતું કે, તેઓ ખેતરમાંથી ખેતી ન કરીને ધંધો કરવા માંગતો હોવાથી તેણે સૌ પ્રથમ ‘ઓર્ગેનિક મીડોઝ પ્રા. લિ. ‘(કાર્બેનિક મીડોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) એ એક કંપની બનાવી હતીં. અજય અહીં એક વધુ બાબત ઉમેરે છે કે, ખેડૂત દિવસ -રાત લોહી અને પરસેવાથી મહેનત કરે છે પરંતુ ખેતીના ખર્ચમાં તેની મહેનત અને જમીનનું ક્યારેય મૂલ્યાંકન કરતું નથી. તેથી, કૃષિને કારણે થતા નફા -નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી.

ગ્રાઉન્ડ ઝીરોથી શરૂ કરી ખેતી:
અજયે ખેતીનો વ્યવસાય નવેસરથી શરૂ કર્યો હતો. સૌપ્રથમ નવી શરૂઆત માટે જમીન તૈયાર કરી હતી. પહેલા છ મહિનામાં ખેતરોમાં માત્ર ઓર્ગેનિક ખાતર આપવામાં આવતું હતું, કશું ઉત્પાદન થતું ન હતું. સમયાંતરે માટીનું પરીક્ષણ કર્યુ અને જ્યારે ખેતરની માટી નવેસરથી તૈયાર થઈ ત્યારે તેમણે ખેતી શરૂ કરી.

નફાકારક પાક અંગે અજય કહે છે કે, જે ખેતરોમાંથી તેના પરિવારને ક્યારેય નફો થયો ન હતો, તે પરિવાર માટે માત્ર અનાજ અને ખર્ચ બહાર આવી શકે છે, તે ખેતરોમાંથી તેણે પ્રથમ પાકમાં કમાણી શરૂ કરી હતી. જ્યાં ખેડૂતો તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પણ મેળવી શકતા નથી, તેમને MSP કરતા ઘણા વધુ ભાવ મળી રહ્યા છે.

આજનાં સમયે અજયે પોતાના ફાર્મ હાઉસમાં ગાયોનું પાલન પણ શરૂ કર્યું છે. જ્યારે તેઓએ ગાયનું પાલન કરીને દૂધનું કામ શરૂ કર્યું છે, ત્યારે તેઓ ગાયના છાણમાંથી ખાતર પણ મેળવી રહ્યા છે. આ ખેતીમાંથી તે અળસિયું ખાતર તૈયાર કરે છે અને બજારમાં વેચે છે.

આગળ અજયે કહ્યું હતું કે, સરકારનું ધ્યાન ખેડૂતોની પ્રગતિ અને ખેતી પર છે. સરકાર કોઈપણ યોજના શરૂ કરે છે, કૃષિ સંબંધિત ઉત્પાદનો ચોક્કસપણે તેમાં શામેલ છે. ખેડૂતોએ આવી યોજનાઓનો લાભ લેવો જોઈએ. તકનીકો અને પદ્ધતિઓ પણ સમય સાથે બદલાવી જોઈએ. તેમણે કહ્યું કે આજે એક મોટો વર્ગ છે જે શુદ્ધ વસ્તુઓની કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…