એવું તો શું થયુ કે, ડોક્ટરનો અભ્યાસ કરતી દીકરીએ હોસ્ટેલમાં જ કરી લીધો આપઘાત- સુસાઇડ નોટમાં લખ્યું હતું…

169
Published on: 6:29 pm, Tue, 7 December 21

મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી દીકરીના આપઘાતથી શિક્ષણ જગતમાં શોકનો માહોલ છવાયો છે. એવી તો શું આપત્તિ આવી પડી હતી કે આ દીકરીએ ભણતર છોડી મોતને વહાલું કર્યું? મળતી માહિતી અનુસાર સોમવારના રોજ ગર્લ્સ હોસ્ટેલમાં અભ્યાસ કરતી સુનિતાએ સુસાઇડ નોટ લખીને મોતને વહાલું કરી લીધું છે. આપઘાતના સમાચાર મળતા જ હોટેલના સ્ટાફે પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી.

ઘટના સ્થળે પહોંચતા જ પોલીસે દીકરીના પરિવારજનોને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. આવતા મહિને પરીક્ષા હતી અને એક મહિના પહેલા જ દીકરી એ જીવન ટૂંકાવી લીધું. પોલીસે જાણકારી આપતા કહ્યું કે, સુનિતાના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે સુસાઇડ નોટમાં સુનિતાએ તેમના માતા-પિતાને કહ્યું હતું કે, ‘મમ્મી પપ્પા મને માફ કરજો! હું તમારી ઈચ્છા અનુસાર જીવી ન શકી. તમે તમારું ધ્યાન રાખજો! અને મને માફ કરજો હું આ પગલું ભરી રહી છું.’

હોસ્ટેલ માંથી મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સુનીતા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી એટલું જ નહીં પરંતુ દરેક વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહેતી હતી. હોસ્ટેલ સ્ટાફે જણાવતા કહ્યું છે કે, અમે ક્યારે સુનિતાના ચહેરા પર દુઃખની વેદના જોઈ નહોતી. સુનિતાના મોતથી, હોસ્ટેલ ની પરિસ્થિતિ કથળી હતી. દરેક વિદ્યાર્થીઓ રડતા હતા. પ્રિન્સિપાલે ભારે જહેમત બાદ દરેક વિદ્યાર્થીઓ ને સમજાવી શાંત પાડ્યા હતા અને પરિસ્થિતિ કાબુમાં લાવ્યા હતા.

સુનિતાએ આવું કરવા પાછળનું યોગ્ય કારણ હાલ સામે આવ્યું નથી. પોલીસ સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. સુનિતાના દુ:ખદ અવસાનથી પરિવારજનો પર દુઃખના વાદળો છવાયા હતા. સાથે રહેતા વિદ્યાર્થીઓ પણ શોકમાં ગરકાવ થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…