ચિંતામાં મુકાયો જગતનો તાત: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આ તારીખે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી માવઠાની આગાહી

184
Published on: 10:53 am, Tue, 16 November 21

દિવાળી ઉપર રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા બહાર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં અવી છે. જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 4 દિવસ એટલે કે, તારીખ 17,18, 19 અને 20 નવેમ્બરના રોજ રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ હવામાંન વિભાગે દ્વારા માવઠાની આગાહી બહાર પાડી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાવાની સાથે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તે ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે અને લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિકને કારણે અલગ અલગ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં હવે બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે. વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી છે, તો વાળી બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, તે વચ્ચે હવે માવઠાંના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈને શિળાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

અત્રે ઉલેખનીય છે કે, સોમવારના દિવસે અમદાવાદ સહિત રાજ્યના 8 જેટલા શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો. જેને કારણે રાજ્ય ભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ઘટીને 31.9 ડિગ્રી તેમ જ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઘટીને 15.9 ડિગ્રી નોંધાતા મોડી સાંજ પછી અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હાલમાં વાદળછાયા વાતાવરણને પગલે દિવસ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. જોકે, રાતના સમયમાં તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહીંવત છે. સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ઠંડી 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી. આગામી ડિસેમ્બરના પહેલા સપ્તાહથી વધારે પ્રમાણમાં ઠંડી પડી શકે છે. જોવા જઈએ તો વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે અને જ્યારે મોડી રાતથી લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…