આજે ફરી ગુજરાતમાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ગુજરાતના જામનગરમાં ફલ્લા નજીક રામપરના પાટીયા પાસે માનતા પુરી કરવા જઇ રહેલા પરીવારની બોલેરો ગાડીના પાછળના બે ટાયર અચાનક ચોટી જતાં ગાડી પલટી મારી ગઈ. 15 જેટલા ગાડીમાં સવાર લોકોની ચીચીયારીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો.
ઘાયલોને તાત્કાલિક ધ્રોલ તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં પેાલીસ ઘટના સ્થળે પહોચી હતી, સદ્દનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની કે કોઇને ગંભીર પ્રકારની ઇજા પહોચી નથી. જામનગર શહેરમાં રહેતા સુરેશ પરોઠા હાઉસના નામે પ્રખ્યાત હોસ્પિટલ પાસેની દુકાનદારનો પરીવાર રવિવારના સવારના સામુહિક રીતે માનતાનો તાવો કરવા જતાં હતાં ત્યારે બોલેરો પીકઅપ કે જેમાં નાના-મોટા સહિતના 15 જેટલા લોકો સવાર હતાં,
આ બોલેરો જીજે-10-ડીવી-5720 ફલ્લા પાસેના રામપરના પાટીયા પાસે સવારના 8 વાગ્યના સુમારે પહોચતા અચાનક જ તેના પાછળના બન્ને ટાયરો ચોટી ગયા હતાં, જેના કારણે ઝાટકા સાથે ગાડી પલટી મારી ગઇ હતી અને બે-ત્રણ ગોથા ખાઇ ગઇ હતી, જેમાં સવાર લોકોની ચીચીયારીઓથી હાઇવે ગુંજી ઉઠતા ત્યાંથી પસાર થતાં લોકો અને સ્થાનીક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતાં,
અને 108ને જાણ કરતા 108 એ તમામ ઘાયલોને ધ્રોલ સરકારી હોસ્પિટલ તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. ઇજાગ્રસ્તોમાં ગીરીશભાઇ પ્રજાપતિ, લક્ષ્મીબેન, તેજલબેન, ગંગાબેન રાજેશભાઇ, ધર્મિષ્ઠાબેન, લક્ષ્મીબેન, ગંગાબેન ગોવિંદભાઇ, હેમલતાબેન, ભાર્ગવ સહિતના લોકોને નાની-મોટી ઇજાઓ થતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…