છેલ્લા 24 વર્ષથી આ યુવતીમાં સાક્ષાત બિરાજમાન છે માતાજી- દર્શને આવતા દરેકની પૂરી થાય છે મનોકામના

270
Published on: 5:58 pm, Mon, 13 December 21

તમે અનેકો મંદિરોમાં દેવી-દેવતાઓની મૃર્તીના દર્શન કર્યા હશે. પરંતુ હાલ એક એવું મંદિર છે કે, જયારે કોઈ મૃતી નહિ પરંતુ સ્વયમ માતાજી જ ભક્તોને દર્શન આપી દરેક મનોકામના પૂરી કરે છે. ભીંડ જિલ્લામાં આવેલુ આ એક એવું માતાજીનું મંદિર છે જ્યાં મૃતી સ્વરૂપે નહિ પરંતુ સ્વયમ માતાજીના દર્શન કરવા મળે છે.

કહેવાય છે કે, ભીંડ જિલ્લામાં આવેલ આ મંદિરમાં સાક્ષાત જીવંત માતાજીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં કોઈ પણ દેવીની મૂર્તિ નથી, પરંતુ સાક્ષાત માતાજી જ અહીં રહે છે. ત્યાના મંદિરમાં આ માતાજીને ‘લલિતા દેવી’ તરીકે માનવામાં આવે છે. બેટીયાં માતાજીનું આ પ્રસિદ્ધ મંદિર ભીંડ જિલ્લાના ચંબલના બિહારી રાણીપુરા ગામમાં આવેલુ છે.

તેમજ કહેવામાં આવે છે કે, રાણીપુરા ગામમાં એક યુવતીએ અંદાજીત ૨૪ વર્ષ પહેલા વૈરાગ ધારણ કર્યો હતો. ત્યારથી તે ગામના લોકો અને ત્યાના આસપાસ ગામના લોકો પણ સાક્ષાત દેવી સમજીને જ આ યુવતીની પૂજા કરે છે. કહેવાય છે કે આ લલીતાજી નામની યુવતીએ પોતાની આઠ વર્ષની ઉંમરે જ પોતાના જીવનને ભગવાનને સમર્પિત કર્યું હતું.

સો પ્રથમ લલીતા દેવીએ ગામના એક મંદિરમાં રહેવાનું શરુ કર્યું હતું, તેમજ કહેવાય છે કે ‘લલીતા દેવી’ પોતાને મંદિરના ઓરડામાં બંધ કરી દેતા હતા અને કલાકોને કલાકો સુધી ભગવાનનું સ્મરણ કરતા હતા. આ જોઇને ગામના લોકોએ તેના માટે એક મંદિર બનાવાનું વિચાર્યું હતું. અને વર્ષ 1997માં લલીતા દેવીનું મંદિર બનાવામાં આવ્યું હતું. કહેવાય છે કે, ત્યાર પછી બધા જ લોકો લલીતા દેવીની પૂજા અને અર્ચના કરવા લાગ્યા હતા. તેમ જ નવરાત્રી દરમિયાન દેવીના દર્શન માટે મંદિરમાં ખુબ જ ભીંડ પણ જોવા મળે છે. અને લોકોનું માનવું છે કે, અહીં આવનારા દરેક ભક્તોની મનોકામના પૂરી થાય છે અને તમામ દુખડા દુર થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…