ખુબ જ ચમત્કારી છે ઘરે-ઘરે બનતી ‘સાદી ખીચડી’ – શરીરને એટલા ફાયદા કરે છે કે, આજીવન કોઈ બીમારી નથી થતી

282
Published on: 3:23 pm, Fri, 24 September 21

મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, ખીચડી એ માત્ર માંદા લોકોનાં સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક છે પણ આ એવા લોકો ની સૌથી મોટી ભૂલ છે. કારણ કે, અનેકવિધ સામગ્રી સાથે બનતી ખીચડી સ્વાદમાં તો ખુબ સારી હોય જ છે આની સાથોસાથ તમારા આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.

આની સાથે જ પોષણથી પણ ભરપુર હોય છે. જેના મારફતે શરીરને ઉર્જા મળતી હોય છે. અણી સાથે જ કેટલાક પોષક તત્વો પણ મળી રહેતા હોય છે. આપણે ખીચડીને રાષ્ટ્રીય ભોજન કહીને પણ સંબોધતા હોઈએ છીએ. ગુજરાતીઓ મોટેભાગે સાંજનાં સમયે જમવામાં ખીચડી વધુ પસંદ કરતા હોય છે.

ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે કે, જે મગજ માટે ખુબ સારું છે તેમજ તેનાથી શરીરને ઊર્જા પણ મળી રહે છે. ખીચડીમાં કેટલાક વિટામીન તથા મિનરલ્સ જોવા મળતા હોય છે, પેટ ખરાબ થવા પર અથવા તો જાડા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે.

હાઈ બ્લડપ્રેશર:
ખીચડી ગરમીમાં વધુ ખાવી જોઈએ. કારણ કે. આનું સેવન કરવાથી શરીરને ઠંડક મળી રહે છે તેમજ ખીચડીમાં સોડિયમ તથા કોલેસ્ટ્રોલ હોતું નથી જેથી હાઈ બ્લડપ્રેશર તેમજ હાયપરટેન્સનની સમસ્યા ધરાવતા લોકો માટે સૌથી શ્રેષ્ઠ ખોરાક છે.

પાચનશક્તિ:
જે લોકોની પાચક શક્તિ ખુબ નબળી હોય એવા લોકોની માટે પણ ખીચડી ખુબ જ ફાયદા કારક ખોરાક છે. જે એકદમ આસાનીથી પચી જાય છે. આની સાથે-સાથે પાચન ક્રિયા પણ ધીરે-ધીરે સુધરતી જાય છે. એ માટે જ બીમારીમાં દર્દીઓને ખીચડી ખાવાનું સૂચન કરાય છે. કારણ કે, માંદગી વખતે પાચન શક્તિ ખુબ નબળી રહેલી હોય છે કે, જો તમને કબજિયાત હોય તો ખીચડી ખાવાથી ખુબ ફાયદો થાય છે.

ઠંડીથી આપશે સુરક્ષા:
શિયાળામાં ઠંડકને લીધે કેટલાય લોકોને કફ, તાવની ફરિયાદ રહેતી હોય છે. જો તમે આવા સમયમાં ખીચડી ખાઓ તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. જેને લીધે શરીર ખુબ જલ્દીથી સ્વસ્થ થઈ જાય છે તેમજ શિયાળામાં આસાનીથી કામ કરે છે. ખીચડી પાચક શક્તિને મજબૂત બનાવે છે.

ડાયેરિયાની સમસ્યા:
આ સમસ્યા કોઈપણ સમયે થઈ શકે છે. કારણ કે, તે આપણી જીવનશૈલીને લગતી સમસ્યા છે. જેવું કઇક ખાવામાં આવ્યું તો તરત જ પેટમાં ગરબડ થતા તેને બહાર નીકાળવાનું કામ શરૂ કરી દે છે. જેને લીધે શરીરમાં નબળાઇ આવી જતી હોય છે. જો મગની દાળની ખીચડી દિવસમાં 3 વાર ખાવામાં આવે તો એક જ દિવસમાં ડાયેરિયાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

ગરમીથી આપશે રક્ષણ:
ગરમીના દિવસોમાં ખીચડીનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે, આવા સમયે ખીચડી ખાવાથી શરીરને ઠંડક મળી રહે છે તેમજ રાત્રે ખીચડી ખાવાથી શરીરમાં ચરબીના સંગ્રહને નિયંત્રિત કરવા માટે કાર્યક્ષમતામાં વધારો કરવાનું કામ કરે છે કે, જેથી વજન નિયંત્રિત રહે છે તેમજ ખરાબ બેકટેરિયાને સશક્ત થતા અટકાવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ:
ખીચડી ખાવાથી અપચોની સમસ્યા ઓછી થઈ જાય છે. આની સાથોસાથ જ જો વજન ઘટાડવાની વાત કરવામાં આવે તો ખીચડી વજન ઘટાડવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. આમ, માત્ર ખીચડી જ એટલી ફાયદાકારક છે કે, આજથી જ ખાવાનું શરુ કરી દો તો ખુબ સારું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…